________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ ગાથાર્થ : શયન-આસન, આહાર-પાણી, ચૈત્ય, સાધુ, વસતિ, માત્રુ, સ્થડિલ, સમિતિ, ભાવના અને ગુપ્તિ એ વિષયમાં જે જે વિપરીત, અયોગ્ય આચરણ કર્યું હોય તે તે અતિચાર જાણવા.
વ્યાખ્યા : શયનીય વસ્તુ = સંથારા વગેરે વસ્તુઓને અવિધિ – અયતનાથી લેવાં, મૂકવાં, પાથરવાં, વાપરવાં વગેરે અનેક રીતે અતિચારો લાગે. એ રીતે આસન = બેસવા માટેના પાટ-પાટીયા વગેરેને પણ અવિધિ-અયતનાથી લેવાંમૂકવાં કે વાપરવાં વગેરેમાં અતિચાર લાગે.
આહાર પાણી = તેને અવિધિએ વહોરતાં – વાપરતાં અનેક અતિચારો લાગે. ચૈત્ય એટલે જિનમંદિર - મૂર્તિની આશાતના કરતાં, અવિધિએ ચૈત્યવંદન કરતાં અને તેને અંગે સાધુધર્મમાં કરવા યોગ્ય ચિંતા, સાર-સંભાળ નહિ કરવાથી, એમ અનેક પ્રકારે અતિચારો લાગે.
યતિ = સાધુ સમુદાય કે સમગ્ર સાધુઓ, તેઓનો યથાયોગ્ય વિનય, ઔચિત્ય, વાત્સલ્ય કે વૈયાવચ્ચાદિ સ્વકર્તવ્ય ન કરવાથી, અવિધિ અનાદર કે તેના પ્રત્યે દ્વેષ વગેરે કરવાથી, યતિને અંગે પણ અનેક રીતે અતિચારો લાગે. શવ્યા = વસતિ-ઉપાશ્રય, તેનું પ્રમાર્જન વગેરે અવિધિએ કરવાથી કે તદ્દન નહિ કરવાથી તેમ જ તેમાં રાગ દ્વેષ કે મોહ કરવાથી, સ્ત્રી-પશુ-પંડક (નપુંસક) આદિ જ્યાં હોય તે ઉપાશ્રયમાં રહેવાથી, ઇત્યાદિ ઉપાશ્રયને અંગે પણ અનેક રીતે અતિચારો લાગે. કાય = લઘુનીતિ અને ઉચ્ચાર = વડીનીતિ - ડિલ-માત્રને અવિધિએ પરઠવવાથી, જીવસંસક્ત ભૂમિમાં પઠવવાથી, બીજાઓને અસદુર્ભાવ થાય તેવા રાજમાર્ગ કે લોકોપયોગી કુવા-બગીચા વગેરેના સ્થાને પરઠવવાથી, ચંડિલના આલોક વગેરે દોષો સેવવાથી, એમ અનેક પ્રકારે તેમાં પણ અતિચારો લાગે. સમિતિ = ઇર્યા વગેરે પાંચ સમિતિ. ભાવના = અનિત્યાદિ બાર અને મૈત્રી આદિ ચાર અથવા મહાવ્રતોની પચ્ચીસ ભાવનાઓ. ગુપ્તિ = મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓ. આ સમિતિઓ - ભાવનાઓ – ગુપ્તિઓના પાલનમાં અવિધિ સેવવાથી અગર તેનું સર્વથા પાલન નહિ કરવાથી, વગેરે અનેક રીતે અતિચારો લાગે.
આમ શયનીયથી માંડીને ગુપ્તિના પાલન સુધીમાં જે જે “વિતથ' એટલે વિરુદ્ધ આચરણ કર્યું હોય, તે તે અતિચારોને સમજીને, મનમાં તેની સંકલના-(અવધારણા) કરીને, ગુરુએ પાર્યા પછી સર્વ સાધુઓ કાયોત્સર્ગ પારે. તે પછી (ગૃહસ્થધર્મ અધિકારમાં પ્રતિક્રમણની વિધિમાં) કહેલા ક્રમ પ્રમાણે આ દૈતસિક અતિચારોની (ગુરુ સમક્ષ) આલોચના કરીને ગુરુ વાળે અમને વંકમળ' ઇત્યાદિ પાઠ કહે તે પછી બીજા સાધુઓ પણ તે પાઠ બોલે તે પાઠ આ પ્રમાણે છે