________________
શ્રમણ ધર્મ
(૧) ચર્મકૃત્તિ ઃ માર્ગમાં દાવાનલનો ઉપદ્રવ હોય, જમીન જીવોથી યુક્ત હોય ત્યારે પાથરીને ઊભા રહી શકાય, કે ચોરાદિથી વસ્ત્રો લુંટાયાં હોય ત્યારે અધોવસ્ત્રના સ્થાને પહેરી શકાય એવું ચર્મનું આસન વિશેષ. (૨) ચર્મકોષ: ચામાડાની કોથળી, જેમાં નખરદની વગેરે શસ્ત્રો રાખી શકાય અથવા પત્થરવાળી ભૂમિમાં ઠોકરો લાગવાથી પગના નખ ઊખડી જાય વગેરે પ્રસંગે પગની આંગળીઓ ઉપર પહેરી શકાય. (૩) ચર્મચ્છેદ ઃ ચામડાની વાધરી (દોરી), કોઈ પ્રસંગે ચાલવાથી પગ નીચેની ચામડીને નુકશાન થયું હોય ત્યારે ચામડાનાં તળીયાં બાંધવામાં ઉપયોગી થાય અથવા “ચર્મચ્છેદન” એટલે મુંડન માટેનો અસ્ત્રો. (૪) યોગપટ્ટ : (યોગ માટે ઉપયોગી) પાટલી દાંડીઓ વગેરે. (૫) ચિલિમિલી (આહાર કરતાં બાંધવાનો) વસ્ત્રનો પડદો. એટલી વસ્તુ ઔપગ્રહિક ઉપધિ તરીકે ગુરુને રાખવાની હોય છે.
આ સિવાય બીજું પણ સાધુઓને તપ અને સંયમની સાધનામાં ઉપયોગી ઓઘ ઉપધિ સિવાયનું ઔપગ્રહિક જાણવું. ઔપગ્રહિક ઉપધિ ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્યથી કેટલી હોય તે કહે છે. (૧) પઠક : કાષ્ઠ કે છાણની બનાવેલી પીઠિકા, જેને સાધુઓ ભેજવાળા મકાનમાં કે વર્ષાકાળમાં બેસવા માટે અને સાધ્વીવર્ગ (કોઈ આવશ્યક કારણે) તેઓના ઉપાશ્રયમાં આવેલા સાધુનો વિનય કરવા-આસન માટે રાખે છે. (૨) નિષદ્યા = પાદપોંછન (બેસવા માટે ઊનનું આસન.) જિનકલ્પી સાધુને બેસવાનું ન હોવાથી તે ન રાખે. (૩) દંડ ઃ જિનકલ્પવાળાને, ઉપદ્રવ કરનારને પણ રોકવાનો નહિ હોવાથી ન હોય, સ્થવિર કલ્પિકોને હોય. (૪) પ્રમાર્જની વસતિ પ્રમાર્જન માટે (દંડાસણ) ૨ખાય છે. (૫) ઘટ્ટક : ઘુટો-પાત્રાનો લેપ ઘુંટવા માટે ઉપયોગી પત્થરનો ટુકડો વિશેષ. () ડગલાદિ: શરીર શુદ્ધિ માટે ઉપયોગી પત્થરના, ઇંટના કે માટીના ટુકડા. (૭) પિપ્પલક : પાત્રાનું મુખ વગેરે કરવા માટે ઉપયોગી લોહનું શસ્ત્ર (અથવા મુંડન માટે અસ્ત્રો) વિશેષ. (૮) સોય : કપડાં વગેરેને સીવવાની સોય. (૯) નખરદની = નખ કાપવા માટે ઉપયોગી નરણી. (૧૦-૧૧) શોધનકધય = કાનનો અને દાંતનો મેલ ખોતરવા માટેની બે સળીઓ. આટલી જઘન્યથી ઓપગ્રહિક ઉપધિ જાણવી.
હવે મધ્યમ ઔપગ્રહિક ઉપધિને કહે છે. - વર્ષોથી રક્ષણ કરવાનાં પાંચ સાધનો તેમાં (૧) ઊનનું (૨) સૂત્રાઉ (૩) તાડપત્રનું (૪) પલાશ (ખાખરા)ના પાંદડાનું. (૫) છત્ર. આ વર્ષોત્રાણપંચક સમજવું. પછી ચિલિમિલીપંચક અર્થાત્ પાંચ પ્રકારના પડદા. (૧) સૂત્રાઉ, (૨) ઘાસનો, (૩) વાકુમય (બગલાં વગેરેનાં