Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૭પ
પ્રમાણ કરવું. દરેક સાધુએ એક મુહપત્તિ અવશ્ય રાખવાની હોય છે. મુખ પ્રમાણ એટલા માટે કહી-કે વસતિ આદિનું પ્રમાર્જન કરતાં મુખે બાંધી શકાય. અને ઉડતી સચિત્ત રજ અને અચિત્ત રજનું પ્રમાર્જન કરવા માટે રાખવાની હોય છે.
(૧૩) માત્રક : લઘુપાત્રને માત્રક કહેવાય છે. મગધ દેશમાં જે પ્રસ્થ નામનું માપ છે, તેનાથી માત્રકનું પ્રમાણ કંઈક મોટું કહ્યું છે. ગુર્નાદિ તથા ગ્લાનાદિના માટે તેમાં અલગ આહારાદિ વહોરવાનો હોય છે. કોઈ દુર્લભ વસ્તુ મળતી હોય, ગૃહસ્થ સહસા ઘણું દાન આપવા તત્પર હોય તો તેનો ઉપયોગ કરાય છે. વળી સંસક્ત આહારને અલગ કરવા તેનો ઉપયોગ થાય છે. ગોચરી ઉપાડીને બે ગાઉ ચાલીને થાકેલો સાધુ જેટલું વાપરી શકે, એટલું જેમાં સમાય એટલે માત્રકનું બીજું પ્રમાણ જાણવું.
(૧૪) ચોલપટ્ટો : અધોવસ્ત્ર. તેનું પ્રમાણ વૃદ્ધ માટે બે હાથ લાંબો અને એક હાથ પહોળો અને યુવાન માટે બે હાથ લાંબો-પહોળો સમજવું. ઊંચાઈ પ્રમાણે, પાતળા-જાડા પ્રમાણે માપમાં ફેરફાર થઈ શકે છે. ચોલપટ્ટો પહેરવાનું પ્રયોજન જણાવતાં ઘનિર્યુક્તિમાં કહ્યું છે કે કોઈને લિંગ વિકારી થતું હોય, સ્વાભાવિક અગ્રભાગની ચામડી ઉતરી જવાથી ખુલ્લા લિંગવાળો હોય, કોઈને વાયુના વિકારથી ઉન્નત રહેતું હોય, પ્રકૃતિથી લજ્જાળુ હોય, કુદરતી રીતે મોટું હોય, પ્રકૃતિએ સ્ત્રીને જોવાથી લિંગ ઉત્થાન થતું હોય, ત્યારે કોઈ દેખે નહિ માટે તેને ઢાંકવા માટે ચોલપટ્ટો રાખવાનો છે.
પ્રસંગોપાત્ત સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધની ઉપધિનો વિભાગ (ભેદ) જણાવવા માટે તેઓનું સ્વરૂપ પ્રવચન સારોદ્ધારને આધારે કહેવાય છે.
(જિનકલ્પી અને વિકલ્પી ઉપરાંત) બીજા પણ સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ મુનિઓ હોય છે તેમાં સ્વયંબુદ્ધ બે પ્રકારે છે - એક તીર્થકરો અને બીજા તે સિવાયના. આ બીજા પ્રકારના સ્વયંબુદ્ધમાં બોધિપ્રાપ્તિ, ઊપધિ, વ્યુત અને લિંગની અપેક્ષાએ આ પ્રમાણે ભેદ હોય છે.
(૧) સમ્યક્તની પ્રાપ્તિ બાહ્ય કોઈ નિમિત્ત વિના જ પોતાના જાતિસ્મરણજ્ઞાન આદિથી થાય. (૨) ઉપધિ મુહપત્તિ, રજોહરણ, ત્રણ કપડા અને સાત પ્રકારનો પાત્રનિર્યોગ મળી બાર પ્રકારની હોય. (૩) શ્રત : તેઓને પૂર્વ જન્મમાં ભણેલું શ્રુત * અહીં બે અસતિ (હથેળીઓ)ની એક પસતિ (પસલી). બે પસતિની એક સેતિકા (ખોબો)
અને ચાર સેતિકાનો મગધ દેશનો એક પ્રસ્થ થાય છે.