Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૬૯
આ પ્રતિલેખન કરનાર સાધુ બે પ્રકારના જાણવા. એક ઉપવાસી અને બીજા એકાસણાવાળા. બંનેને ઉપર જણાવેલો વિધિ તુલ્ય છે.
તે પછી જે ઉપવાસી હોય તે ઊંડા પડાવડ' અર્થાત્ હે ભગવન્! પ્રસાદ કરીને અન્ય સાધુઓની પડિલેહણા કરવાની અમને અનુમતિ આપો.” એમ કહી પૂર્વે (સવારની વિધિમાં) કહ્યા મુજબ ક્રમ પ્રમાણે ગુર્વાદિની ઊપધિનું પડિલેહણ કરે. પછી ગુરુની અનુમતિ મેળવીને ‘સંવિસરું ! રૂછwારેન ગોદિમં ડિસેમો' અર્થાત્ “અનુમતિ આપો ! આપની ઇચ્છાનુસાર ઔધિક ઊપધિને પડિલેહીએ ? એમ પૂછીને પહેલાં પોતાનું પાત્ર, માત્રક અને પછી પોતાની સઘળી ઊપધિનું પડિલેહણ કરે, ચોલપટ્ટો છેલ્લે પડિલેહે. આ ઉપવાસીની પડિલેહણા વિધિ કહ્યો.
ભોજન કરનારો સાધુ તો મુખવસ્ત્રિકા અને શરીરનું પડિલેહણ કરીને ચોલપટ્ટાનું, પછી જો ખાલી હોય તો નાના માત્રકનું અને તે ખાલી ન હોય તો તેને પાછળથી પડિલેહવાનું બાકી રાખીને પડલા, ઝોળી, ગુચ્છા વગેરે પાત્રનિર્યોગનું પડિલેહણ કરે. તેમાં આ ક્રમ જાણવો - પહેલાં (ઉપરનો) ગુચ્છો, પછી પાત્રકેશરિકા (ચરવળી), ઝોળી, પડલા, રજસ્ત્રાણ પછી પાત્રસ્થાપન (નીચેનો ગુચ્છો) પછી મુખ્ય પાત્ર અને પછી ખાલી ન હોવાથી બાકી રાખ્યું હોય તો તેમાંની વસ્તુ (મોટા) પાત્રમાં નાખીને છેલ્લે નાનું માત્રક, એ ક્રમે પાત્રનિર્યોગનું પડિલેહણ કરે. પછી ગુરુ વગેરેની ઉપધિનું પડિલેહણ કરીને ઉપર મુજબના આદેશો માંગી પોતાની
ઔધિક ઉપધિનું પડિલેહણ કરે. ત્યારબાદ આજ્ઞા મેળવીને ગચ્છસામાન્ય (સર્વ સાધુઓને ઉપયોગી) જે જે વાપર્યા વગરનાં હોય તે તે પાત્રાઓને અને વસ્ત્રોને પડિલેહે, પછી પોતાની કામળી, બે સૂત્રાઉ કપડા અને વાપરવાની શેષ ઉપધિનું પડિલેહણ કરે. યાવત્ છેલ્લે દંડાસણ અને રજોહરણનું પડિલેહણ કરે.
તે પછી પાટ, પાટલા, માત્રાદિની કુંડીઓ વગેરે શેષ વસ્તુઓનું પડિલેહણ કરે.આ સાંજના પડિલેહણનો વિધિ કહ્યો.
હવે પ્રતિલેખના ઉપધિની કરવાની હોવાથી પ્રસંગોપાત્ત ઉપધિનું સ્વરૂપ કહીએ છીએ.
ઉપધિના (૧) ઔવિક અને (૨) ઔપગ્રહિક એમ બે પ્રકારો છે, તે દરેકના પણ સંખ્યાથી અને માપથી બે-બે પ્રકારો છે.
જે ઉપધિ નિત્ય પાસે રાખી શકાય અને કારણે વાપરી શકાય તે “ઔધિક' અને કારણે રાખી શકાય અને કારણે વાપરી શકાય તે પાટપાટલાદિ “ઔપગ્રહિક' એમ