________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ અથવા કૌટુંબિકનું, તે એમાં પણ શૌચધર્મવાળાનું કે અશૌચધર્મવાળાનું વગેરે અનેકના આગમનનો સંભવ છે. તેમાં સ્વપક્ષી સંયમી-સંવેગી-મનોજ્ઞ આવે તો નિષેધ નથી. અમનોજ્ઞ આવે તો તેનો આચાર જોઈને નવદીક્ષિત સાધુઓને કદાચ પરિણામ બદલાઈ જાય, માટે તેવા સ્થળે નહિ બેસવું. સાધુએ સાધ્વીના (કે સાધ્વીએ સાધુના) આગમન સ્થળને તો અવશ્ય તજવું. પરપક્ષીય શૌચવાદી આવે તો પૂરતા પાણીથી પગ ધોવા. અસંલોક માટે તિર્યંચો દેખે ત્યાં બેસવામાં દોષ નથી, મનુષ્યો માટે ઉપર પ્રમાણે વિવેક કરવો.
(૨) અનુપઘાત : માલિકી વિનાની ભૂમિમાં પણ બીજા મનુષ્યો શાસનની હલકાઈ વગેરે ન કરે અને માલિકીવાળી ભૂમિમાં તેના માલિક તરફથી પરાભવ ન થાય) ત્યાં બેસવું.
(૩) સમ ખાડા-ટેકરા વિનાની સમજગ્યાએ બેસવું. ખાડા-ટેકરાવાળી ભૂમિમાં બેસવાથી પડી જવાય તો શરીરે નુકશાન થાય, વિષ્ટાથી ખરડાય, (વિરાધના થાય) અને કીડી આદિ જીવોની હિંસા થાય. '
(૪) અશુષિર : ઘાસ-તૃણ-પાદડાં વગેરેથી નહિ ઢંકાયેલી પ્રગટ ભૂમિમાં બેસવું, ઘાસ આદિથી ભૂમિ ઢંકાયેલી હોય તો ત્યાં બેસવાથી નીચે વિછી, કીડા, કીડીઓ વગેરેની જયણા ન થયા. સંયમ-આત્મ વિરાધના થાય.
(૫) અચિરકાલકૃત: જેને અચિત્ત થયા પછી બહુ સમય ન થયો હોય, તે જ ઋતુમાં (બે મહિનામાં) અગ્નિ આદિથી અચિત્ત થયેલા સ્થળમાં બેસવું. વધારે મહિના બાદ ઋતુ બદલાવાથી અચિત્ત સ્થળ પણ મિશ્ર થઈ જવાથી અયોગ્ય બને છે.
(૬) વિસ્તીર્ણ : જઘન્યથી ચોરસ એક હાથ અને ઉત્કૃષ્ટથી બાર યોજન પહોળા સ્થળમાં બેસવું.
(૭) દુરાવગાઢ : નીચે દૂર સુધી અર્થાત્ અગ્નિ (સૂર્ય) આદિના તાપથી જાન્યથી ચાર આંગળ સુધી અચિત્ત થયેલી ભૂમિમાં બેસવું.
(૮) અનાસન્ન : નજીકના સ્થળમાં નહિ પણ દૂર પ્રદેશમાં બેસવું. દ્રવ્યથી નજીક એટલે કોઈના ઘર-બગીચા-કુવા વગેરેની પાસેનું સ્થળ અને ભાવથી નજીક એટલે વડીનીતિથી બાધા સખત થવાથી નજીકના પ્રદેશમાં બેસવું જ પડે તે ભાવનજીક, તે બંનેને ટાળવું. ટુંકમાં સામાન્યજનોપયોગી ભૂમિથી દૂર જંગલના પ્રદેશ સુધી પહોંચી શકાય એવા સમયે નીકળી જવું.