Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૬૫
मूलम् :- गुरुवन्दनपूर्वं च प्रत्याख्यानस्य कारिता ।
आबश्यिक्या बहिर्गत्वा, स्थण्डिले विविसर्जनम् ।।१५।। ગાથાર્થ : ભોજન પછી ગુરુવંદનપૂર્વક દિવસ ચરિમં પચ્ચખાણ કરવું અને આવસહી' કહી બહાર ભૂમિએ જઈને શુદ્ધ (શાસ્ત્રોક્ત) ભૂમિમાં વડીનીતિની બાધા ટાળવી.
ટીકાનો સંક્ષેપભાવાર્થ : ગુરુને દ્વાદશાવર્ત વંદન કરવાપૂર્વક બાકી રહેલા દિવસનું તિવિહાર કે ચઉવિહાર પચ્ચકખાણ કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. જો કે એકાસણાનું પચ્ચકખાણ કરતી વખતે આ પચ્ચકખાણ લીધેલા હોય છે, છતાં અપ્રમાદ (સ્મરણ) માટે પુન: તે કરવું હિતકર છે. બીજી એક વાત ધ્યાન રાખવી કે ઝોળીમાં શુદ્ધ કરેલા પાત્રાઓને મૂકી, વિધિપૂર્વક બાંધી પ્રતિલેખનાનો સમય થાય ત્યાં સુધી મૂકી રાખવાં. પ્રમાદાદિના કારણે ઝોળી કે કપડા ખરડાયાં હોય તો પાણીથી શુદ્ધ કરવા. જે વસ્ત્રખંડથી પાત્રને પહેલીવાર લૂક્યાં હોય તેને તો દરરોજ ધોવું, કારણ કે નહિ ધોવાથી જુગુપ્સા (સંમૂર્છાિમ જીવોત્પત્તિ શાસનની અપભ્રાજના-સંન્નિધિ) વગેરે દોષો લાગે.
હવે થંડિલ જવાના બે કાળ છે. (૧) કાળસંજ્ઞા અને (૨) અકાળસંશા. ભોજન પછી કે બે પરિસી પૂરી થયા બાદ જવાનું થાય તો તે કાળસંજ્ઞા અને પ્રથમ-બીજી કે ચોથી પોરિસીમાં જવાનું થાય તો અકાળસંજ્ઞા. અકાળસંજ્ઞા અર્થાત્ પ્રથમ કે બીજી પોરિસીમાં જવું પડે તો પાણી લાવી સંઘાટક સાથે જાય. કાળસંજ્ઞાએ તો આગળ જણાવ્યા પ્રમાણે નીતારેલું પાણી, જે ભાગમાં આવ્યું હોય તે લઇને જાય. તે વખતે પોતાના પાત્રા, જોડે રહેલા સંઘાટકને સોંપીને જાય.
હવે સ્વડિલભૂમિનું સ્વરૂપ પંચવસ્તુના આધારે જણાવાય છે. ' (૧) અનાપાત : જ્યાં કોઈ આવે નહિ અને અસંલોક કોઈ વ્યક્તિ દેખે નહિ એવી જગ્યાએ બેસવું. કારણ કે સાધુને નિહાર ગુપ્ત રીતે કરવાનો વિધિ છે. હવે આગમનના ઘણા પ્રકારો છે. - તિર્યંચ કે મનુષ્ય કોઈનું પણ આગમન થાય, મનુષ્યમાં પણ સ્વપક્ષ – સંયમીનું અને પરપક્ષ-ગૃહસ્થનું, સ્વપક્ષમાં સાધુનું કે સાધ્વીનું, સાધુમાં પણ સંવેગી કે અસંવેગીનું, સંવેગીમાં પણ મનોજ્ઞનું કે અમનોજ્ઞનું,મનોજ્ઞમાં પણ સંવેગીના પક્ષકારનું અને અસંવેગીના પક્ષકારનું, તેમાં પણ પુરુષ-સ્ત્રી કે નપુંસકનું, પુરુષમાં પણ દડિક (રાજા કે રાજ્યાધિકારી)નું