Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
(અ) શ્લેષમની અને (બ) આહારમાંથી નીકળેલા કાંટા વગેરે અખાદ્ય ચીજોને રાખવા બે કુંડીઓ રાખવી. માંડલીની બહાર રક્ષા માટે ઉપવાસી સાધુને બેસાડવો. ભાજનો ત્રણ પ્રકારના છે. (૧) યથાકાત - ગૃહસ્થ પાસેથી લીધા પછી તેની ઉપર ક્રિયા (રંગવું વગેરે) કર્યા વિના જ વાપરી શકાય એવું. (૨) અલ્પ પરિકર્મ : લીધા બાદ અલ્પ ક્રિયા (રંગવું વગેરે) થઈ હોય તેવું. (૩) બહુ પરિકર્મ : (સાંધવું-ગવું વગેરે) ઘણી ક્રિયાઓ કરવી પડી હોય છે. આ ત્રણ પ્રકારના પાત્રમાંથી પ્રથમ યથાજાત પાત્રા વહેંચવા માટે ફેરવવાં, પછી અલ્પ પરિકર્મવાળાં અને તે પછી બહુ પરિકર્મવાળાં ફેરવવાં.
(૩) ભોજન પિત્ત વગેરેની શાંતી માટે પ્રથમ સ્નિગ્ધ-મધુર દ્રવ્યો વાપરવાં અને ત્યારબાદ બીજા વાપરવાં. સ્નિગ્ધ મધુર ઘી વગેરે દ્રવ્યો રાખીને બીજા વાપરતાં વધી જાય તો ઘી વગેરે પાઠવવામાં વિરાધના ઘણી થવાથી અસંયમ પણ થાય.
(૪) ગ્રહણ : પાત્રમાંથી આહારનો કોળીઓ કુકડીના ઇંડા જેટલો લેવો, કે જેથી મુખ વાંકુ ન થાય. (૧) કટકચ્છેદ (૨) પ્રતરચ્છેદ કે (૩) સિહભક્ષિત. એ ત્રણ પૈકી કોઈ એક વિધિએ પાત્રમાંથી લેવું. જે એક બાજુથી કકડે કકડે ખાવા માંડે તે યાવતુ પૂર્ણ થાય ત્યાં સુધી, તે કટકચ્છેદ કહેવાય. એક-એક પડ પૂર્ણ કરતાં થાવત્ પૂર્ણ કરે, તે પ્રતરચ્છેદ કહેવાય. સિંહની જેમ જે બાજુથી પ્રારંભ કરે તે બાજુ પૂર્ણ કરે ત્યાંથી ફરતાં ફરતાં તે સ્થાને જ પૂર્ણ કરે, તે સિંહભક્ષિત.
મુખમાં કોળીઓ નાખતાં સરડ-સરડ અવાજ આવે તેમ, ચબ ચબ અવાજ આવે તેમ, અતિવિલંબથી, અતિ ઝડપથી, નીચે પાડતો પાડતો ન વાપરે.
(૫) શુદ્ધિ : ભોજન સુડતાલીસ દોષથી રહિત કરવાનું છે. તેમાં બેતાલીસ દોષો આગળ કહ્યા.
હવે ગ્રાસેષણાના પાંચ દોષો અવસર પ્રાપ્ત કહેવાય છે. (૧) સંયોજના : (રસ વગેરેના) લોભથી રોટલી-શાક, રોટલી-દાળ, રોટલીઘી-ગોળ ભેગા કરીને વાપરવા તે સંયોજના, તે સાધુએ નહિ કરવું. કારણ કે તેમાં રસ પોષાય છે. નવો ચોળપટ્ટો વિગેરે મળે તો તેને અનુરૂપ કપડા વગેરે મેળવીને પહેરવું એ ઉપકરણસંયોજના પણ સાધુ ન કરે.
(૨) પ્રમાણાધિક્ય : સાધુને ૩૨ કોળીયા અને સાધ્વીને ૨૮કોળીયાનું પ્રમાણ હોય છે. તેનાથી અધિક ન લેવું. કારણ કે અધિક આહારથી વમન, મરણ કે રોગો થાય, માટે અધિકાહાર લેવો તે દોષ છે.
(૩) અંગાર : સ્વાદિષ્ટ અન્નની કે તેના દાતારની પ્રશંસા કરતો વાપરે તો