Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૩૧
શ્રમણ ધર્મ
અપવાદથી, ગુરુ શ્રમિત હોય કે પોતે ફરવાના કારણે શ્રમિત હોય અથવા કોઈ ઉતાવળનું કાર્ય કરવાનું હોય ઇત્યાદિ કારણોથી સામાન્યરૂપમાં પણ આલોચના કરે. અર્થાત્ આધાકર્મવાળી ગોચરી નથી તથા પુર:કર્મ પશ્ચાત્ કર્મ' વગેરે દોષો લાગ્યા નથી વગેરે અથવા જેટલું શુદ્ધ ન હોય એટલું જ ટૂકાંણમાં ગુરૂને જણાવે.
આ રીતે ગુરુસમક્ષ વાચિકી, માનસિકી આલોચના કહી, કાયિકી આલોચના તો ગુરુને ભિક્ષા બતાવવાથી થાય છે. ઉપાશ્રયમાં આવી ઉપરોક્ત વાચિકી, માનસિકી આલોચના કરી, આજુબાજુનું નિરીક્ષણ કરી ગીરોલી, કુતરાદીનો ઉપદ્રવ ન થાય તેમ પાત્ર હાથમાં લઈને અડધી કાયાથી નમીને ભિક્ષા ગુરુને દેખાડે, ત્યારબાદ ગોચરી સંબંધી અતિચારોની આલોચના માટે વિધિપૂર્વક કાયોત્સર્ગ કરે. ફચ્છામિ ડિમિનું શોઞરવરિઞા ઇત્યાદિ સૂત્ર બોલી કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલો “અહો નિગેહિં...” ગાથાના અર્થની વિચારણા કરે પછી ‘નમો અરિહંતાણં' કહી કાયોત્સર્ગ પા૨ે. ઉપર પ્રગટ લોગસ્સ કહે. આ રીતે ગોચરીને આલોચવાનો વિધિ કહ્યો. હવે તે પછીનું કર્તવ્ય કહેવાય છે.
ગોચરીની આલોચના કર્યા બાદ ચૈત્યવંદન કરવાપૂર્વક પચ્ચક્ખાણને પારે. સાત ચૈત્યવંદન પૈકી આ ભોજનચૈત્યવંદન જાણવું. પચ્ચક્ખાણ પાર્યા બાદ જઘન્યથી સોળ શ્લોકનો સ્વાધ્યાય કરે.
હવે તે પછીનું સાધુનું કર્તવ્ય કહે છે.
मूलम् - गुर्वादिच्छन्दनापूर्वं विधिना भोजनक्रिया । યતના પાત્રશુદ્ધો ૬, પુનઃશ્ચત્યનમાિ ।।૧૪।।
ગાથાર્થ : ગુર્વાદિકને ભોજન માટે નિમંત્રણ પાઠવીને વિધિપૂર્વક ભોજન કરે,પાત્રને શુદ્ધ કરવામાં જયણા સાચવે અને પુનઃ ચૈત્યવંદન કરે.
ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : ગુરુ એટલે આચાર્યને અને આદિ શબ્દથી પ્રાપૂર્ણક (બીજા સમુદાયના આવેલા) વગેરે સાધુઓને, લાવેલા આહારનું નિયંત્રણ કરવા પૂર્વક આગળ કહીશું તે વિધિપૂર્વક ભોજન કરવું તે પણ સાપેક્ષ યતિધર્મ છે.
સાધુ બે પ્રકારના હોય છે. માંડલીભોજી અને એકલભોજી. જોગ ચાલતા હોય, સ્વભાવ અથવા શરીરથી પ્રતિકૂલ હોય, સ્વલબ્ધિથી આહાર મેળવનારા હોય, અસહિષ્ણુ કે ચેપી રોગવાળા હોય, આ બધા એકલભોજી સાધુ જાણવા. હવે માંડલીભોજી સાધુ પણ ઉપવાસી હોય, ગીષ્મમાં પિપાસાદિથી પરાભવ પામેલો હોય અથવા ગોચરીથી પરિશ્રાન્ત હોય, આ ત્રણ કારણથી એકલો પણ વહેલું