________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
અશન-પાન-સ્વાદિમ-ખાદિમ આ ચાર, રજોહરણ, વસ્ત્ર, પાત્ર અને કંબલ આ આઠ પ્રકારનો રાજપિંડ પણ સાધુને અકથ્ય છે. આ રીતે વિશુદ્ધ આહારને વાપરવા છતાં (મૂર્છાના અભાવે) સાધુઓને નિત્ય ઉપવાસનું ફળ) થાય છે.
યતિદિનચર્યામાં કહ્યું છે કે નિચે સાધુઓને સાધુધર્મમાં આહારશુદ્ધિ દુર્લભ અને ગૃહસ્થને ગૃહસ્થધર્મમાં વ્યવહારશુદ્ધિ દુષ્કર કહી છે.
નિર્દોષપિંડ મેળવીને સાધુ ત્રણ કારણોથી ઉપાશ્રયે આવ્યા વિના (ગામ બહાર કે યોગ્ય સ્થળે) પણ ભોજન કરે એવી જિનાજ્ઞા છે (૧) ઉષ્ણકાળ હોય (તેથી સુધાતૃષાની બાધા હોય), (૨) સંઘાટક (સાથેનો સાધુ) અસહનશીલ હોય (તેથી તેનામાં ઉપાશ્રયે પહોંચવા જેટલી શક્તિ-પૈર્ય ન હોય), (૩) ઉપવાસી હોય (તેથી અશક્ત થયેલો હોય.)
ક્ષેત્ર-કાળ વગેરેથી અતિક્રાન્ત થયેલું દૂષિત હોવાથી સાધુને કહ્યું નહિ. જે અશનાદિ સૂર્યોદય પહેલાં વહોર્યું હોય તે “ક્ષેત્રાતીત હોવાથી અકલ્પ છે. બે કોશ (ગાઉ)ની બહારથી લાવેલું અશનાદિ “માતીત” હોવાથી અધ્ય છે. પહેલાં પહોરમાં લીધેલું અનાદિ ત્રીજા પહોર પછી “કાલાતીત' થતું હોવાથી અકથ્ય છે. 'અહીં સુધી પિંડવિશુદ્ધિનું પ્રતિપાદન કર્યું. પ્રવાહી છતાં, પાણીને પણ શાસ્ત્રની પરિભાષાથી પિંડ કહેવાય છે. યતિદિનચર્યામાં કહ્યું છે કે... “પિંડ શબ્દનો અર્થ ‘દેહ (કાયા)' કહેવાય છે, અને તેને આધાર આપનાર કારણરૂપ દ્રવ્યોને પણ કારણમાં કાર્યના ઉપચારથી પિંડ કહેવાય છે. તે પિંડ શાસ્ત્રની પરિભાષાથી અશન-પાન-ખાદિમ વગેરે અનેક પ્રકારનો જાણવો.”
વસતિની શુદ્ધિ બે પ્રકારની છે. સાત મૂલગુણોથી અને સાત ઉત્તરગુણોથી શુદ્ધ હોય તો તે વસતિ શુદ્ધ છે. ટૂંકમાં જે કાળે જે વસતિ ગૃહસ્થ પોતાના માટે બનાવેલી હોય, તેવી વસતિ (મકાન) સંયમસાધક હોય તો સાધુ માટે શુદ્ધ જાણવી. દુષ્ટ પ્રદેશમાં રહેલી વસતિમાં રહેવાથી દુ:ખ આવી પડે, સંયમ સાધનામાં અંતરાય આવે, તેવા પ્રદેશોમાં રહેવાનું સાધુએ વર્જવું. સંયમમાં ઉપકારક વસતિનું પ્રદાન કરનાર દાતાને પણ મહાલાભ થાય છે. ૧ મૂલગુણ સાત - (૧) પૃષ્ઠ વંશ (મોભનું તિછું લાકડું) (૨-૩) મોભને ધારણ કરનાર ઊભા
થાંભલા (-) (૪-૫-૬-૭) ચાર મુખવખયો (પ્રત્યેક થાંભલા સાથે જોડેલા બે બે દોરિયાં આ ૭ ગૃહસ્થ જે મકાનમાં પોતાના માટે કર્યા હોય તે વસતિ મૂલ ગુણે શુદ્ધ મુળગુણથી દૂષિત
વસતિ આધાર્મિક કહેવાય. ર* ઉત્તરગુણ (૧) (મૂળ) – (૧) ઉપર નાખેલા વાંસ (૨) વજી (૩) વાંસવંજીનું ગુંથણ (૪)
નળિયાં (૫) બાજુની ભીંતનું લીંપણ () બારણું (૭) ભૂમિ સરખી કરવી આ બધું જ્યાં સાધુને માટે ન હોય તેનું મૂળઉત્તરગુણથી શુદ્ધ વસતિ ઉપરના બે દોષ અવિશોધિકોટીના છે.