Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૫૪
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ છે અને દાતા- સાધુને વાગવાનો સંભવ છે. માટે તેવા ભારે ભાજનથી ન લેવું.
(૧૦) તિહાડ ત્રણ પ્રકારે. એમાં કાળ, દાતાર વગેરેનો ત્રણ-ત્રણ પ્રકારે ખ્યાલ કરવાનો છે. કાળ (૧) ગ્રીખ (૨) હેમંત (૩) વર્ષાઋતુ એમ ત્રણ પ્રકારનો છે દાતા (૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક એમ ત્રણ પ્રકારના છે. (૧) પુર:કર્મ (૨) ઉદકાÁ (૩) સસ્નિગ્ધ એમ પુર:કર્મના ત્રણ પ્રકાર જાણવા. - ભિક્ષા આપતાં પહેલા (દાતા) હાથ-પાત્ર વગેરે ધોવે તે પુર:કર્મ. હાથ-ભાજન વગેરેમાંથી પાણીના ટપકા પડતા હોય તે ઉદકાÁ અને બિંદુરહિત છતાં જે હાથ-ભાજન ભીનું હોય તે સનિગ્ધ. તેમાં પુર:કર્મ અને ઉદકાઠું એ બે તો સચિત્ત-અચિત્ત કે મિશ્ર હોય તો પણ તેવા હાથ વગેરેથી વહોરાય નહિ. ત્રીજા સસ્નિગ્ધના અંગે ઘણા ભાંગા છે તે ઓશનિયુક્તિથી જાણી લેવા.
(૧૧) ભાવ: ભાવ એટલે અધ્યવસાય. શરીરના વર્ગ-બળ (સ્વાદ) માટે ? આહારાદિ લેવા તે અપ્રશસ્ત અધ્યવસાય: આહાર લેવામાં અપ્રશસ્ત અધ્યવસાય ન કરવો
ભોજન અને પાણીના વિષયમાં ગ્રહણષણાના સાત પ્રકાર છે.
(૧) અસંસૃષ્ટા: ગૃહસ્થના જે હાથ અને પાત્રથી વહોરે તે ખરડાયેલું ન હોય તે અને વહોરવાની વસ્તુ સંપૂર્ણ (ગૃહસ્થનું પાત્ર ખાલી થાય તેમ) વહોરે કે ઓછી વહોરે તે અસંસૃષ્ટભિક્ષા કહી છે. સંપૂર્ણ દ્રવ્ય વહોરવાથી પશ્ચાતુકર્મનો દોષ લાગતો હોવા છતાં ગચ્છવાસી સાધુઓને ગ્લાનાદિના માટે (કારણે) લેવામાં નિષેધ નથી, માટે જ સૂત્રમાં તેનો વિચાર કર્યો નથી. -
(૨) સંસૃષ્ટા ખરડાયેલા હાથ અને પાત્રથી લેવાય છે. એમાં સંસ્કૃષ્ટ કે અસંતૃષ્ટ હાથ અને પાત્ર તથા વસ્તુ સંપૂર્ણ કે અસંપૂર્ણ વહોરવાને યોગે આઠ ભાંગા થાય છે. તેમાં સંસ્કૃષ્ટ હાથ-સંસ્કૃષ્ટ પાત્ર અને સાવશેષદ્રવ્ય રૂપ આઠમો ભાંગો ગચ્છથી નિરપેક્ષ (જિનકલ્પિક, - પરિહારવિશુદ્ધિક વગેરે) સાધુઓને કહ્યું, ગચ્છવાસી સાધુઓને તો આહારની દુર્લભતાથી સૂત્ર-અર્થને ભણવા વગેરેમાં હાનિ થાય, ઇત્યાદિ કારણે શેષ ભાંગાઓવાળી પણ કહ્યું. આ ભાંગાઓ પિંડવિશુદ્ધિથી જાણી લેવા.
(૩) ઉદ્ધતાઃ ગૃહસ્થ પોતાના પ્રયોજને મૂળ ભાજનમાંથી બીજા ભાજનમાં કાઢેલો પિંડ ઉદ્ધત કહેવાય અને તેને લેનાર સાધુની ભિક્ષાને ઉદ્દઘતા કહેવાય. ૧૪. આ અગીયાર દ્વારોમાં દશેય દ્વારોથી શુદ્ધ છતાં ભાવારથી અશુદ્ધ હોય તે આહાર
સંયમઘાતક છે. માટે દશે પણ દ્વારની શુદ્ધિ ભાવારની શુદ્ધિથી સમજવી. વિશેષ વર્ણન ઓઘનિર્યુક્તિ ગા. ૪૯૪થી ૫૦૧ માં જોઈ લેવું.