Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
લક્ષણવંત પાત્રનું ફળ જણાવતાં કહ્યું છે કે.. “ચારે બાજુ સરખું ગોળ પાત્ર રાખવાથી લાભ થાય છે, સારી બેઠક (પડઘી)વાળા પાત્રથી ગચ્છમાં પ્રતિષ્ઠા વધે છે, નખ વગેરેથી ત્રણ (ઘા વગેરે) ન લાગ્યા હોય તેવા પાત્રથી કીર્તિ અને આરોગ્ય વધે છે અને સારા રંગવાળા પાત્રથી જ્ઞાનરૂપી સંપત્તિ વધે છે.”
અલક્ષણવાળા પાત્રનું ફળ જણાવતાં કહ્યું છે કે... ‘નીચા-ઊંચા પાત્રથી ચારિત્રનો વિનાશ થાય, એક પાત્રના (કાષ્ઠાદિમાં) ભિન્ન-ભિન્ન વર્ણ હોય તો તેવાથી ચિત્તવિભ્રમ થાય, નીચે બેઠક (પડધી) વિનાનું અને ખીલાની જેમ ઊંચા ઘાટવાળું હોય તો તે પાત્રવાળા સાધુની ગચ્છમાં અને ચારિત્રમાં સ્થિરતા ન થાય. વળી પાત્રની નીચે પદ્ધ-કમળનો આકાર હોય તો અકુશળ, ચાંદા-ડાઘ (ક્ષત)વાળું હોય તો વાપરનાર સાધુને પણ ક્ષત (ત્રણ) થાય. અને અંદર કે બહાર બળેલું હોય તો મરણ થાય.”
લેપની (પાત્રના રંગની) એષણા પણ પાત્રની એષણામાં જાણી લેવી. અને પાત્રને ગ્રહણ કરવાના ઉપદેશમાં જ પાત્રને લેપ લગાડવો વગેરે પણ જાણી લેવું.
રંગવાના પાત્રો નવા કે જુના બે પ્રકારના છે. “આ રંગવા યોગ્ય છે કે નહિ ?” એમ ગુરને પૂછી તેમની અનુજ્ઞાથી રંગવા માટે તૈયાર થાય. રંગવાનું કાર્ય સવારે જ કરવું કે જેથી જલ્દી સૂકાય.
લેપ તરીકે ગાડાની મળી લાવવાની વિધિ આ પ્રમાણે છે – લેપ કરવા ઇચ્છતા સાધુએ તે દિવસે ઉપવાસ કરવો કે જેથી પાત્રની જરૂર ન રહેવાથી લેપ સારી રીતે કરી શકાય, તેવી શક્તિ ન હોય તો સવારે જ આહાર કરી લે અથવા બીજા સાધુઓ લાવી આપે તે વાપરે પછી લેપ લેવા માટે જતાં પહેલાં ગુરુને વાંદીઅનુજ્ઞા માંગી, બીજાને લેપની જરૂર હોય તો પૂછીને ‘ઉપયોગ'નો કાયોત્સર્ગ વગેરે વિધિ કરીને ગીતાર્થ સાધુ બે કોડીયાં, લેપને ઢાંકવા રૂ, કાપડનો ચીરો ગૃહસ્થ પાસેથી મેળવી, ગાડાની પાસે જઈને જે ગાડામાંથી લેપ લાવવાનો હોય, તેના માલીકની અનુજ્ઞા મેળવે, કડવો-મીઠો લેપ જાણવા ધ્રાણેન્દ્રિયનો ઉપયોગ મૂકે. કડવો લેપ ટકાઉ ન હોવાના કારણે, તેનો ત્યાગ કરી મીઠો લેપ લે. ગાડું પણ લીલી વનસ્પતિ વગેરે ઉપર ન હોય, ત્યાં ભમતા-ઉડતા જીવો (મરવાનો ભય)ન હોય, મહાવાયુ ન હોય કે આકાશમાંથી ધુમ્મસ ન પડતી હોય તો લેપ લેવાય. તે પણ જરૂર પૂરતો લેવો. લેપને કોડીયામાં લઇ વસ્ત્રનો ટૂકડો, રૂ અને ભસ્મ દાબીને ઉપર બીજું કોડીયું ઢાંકી વસ્ત્રથી તે સંપુટને બાંધી ગુરુ પાસે આવી, લેપની આલોચના કરે, પછી ગુરુને વિનંતી કરી પોતાનું પાત્ર લીંપે. •
પાત્ર લીંપવાનો વિધિ આ પ્રમાણે છે - એક વસ્ત્રનો ટુકડો પાથરી, તેમાં રૂનું પડ પાથરી તેમાં લેપ નાખીને તેની પોટલી બનાવી, તે પોટલીને અંગુઠો, તર્જની