Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
52
નાની વયમાં પણ દીક્ષા થઈ શકે
મનુષ્યો અને રાષ્ટ્રો સૌ પોતપોતાના ક્ષુલ્લક-નશ્વર અધિકારો માટે પણ જીવણ મરણના જંગ ખેલે છે, ત્યારે દેવાધિદેવ પરમાત્માનો જગત ઉપર એ મહાન્ ઉપકાર છે કે તેમણે પોતાના જ્ઞાનથી યોગ્યતા જોઈને મનુષ્યને સંસારના સર્વ સંગનો પરિત્યાગ કરીને આત્માનું શ્રેય: સાધવા માટે ચારિત્ર ગ્રહણ કરવાનો અધિકાર આઠવર્ષથી અતિવૃદ્ધ ન થાય ત્યાં સુધીનો સમર્પિત કર્યો છે. બાળક આઠ વર્ષનો થતાં જેમ તેનામાં દુનિયાની બીજી અનેક પ્રકારની સમજદારી સ્વીકારાએલી છે, તેમ આધ્યાત્મિક માર્ગે આજીવન પાળવાની દીક્ષા જેવી ગંભીર વસ્તુની સમજદારી પણ તેવા સંસ્કારિત બાળકોમાં વિના મતભેદે સ્વીકારાએલી છે. આઠ વર્ષ પછી કોઈ વિશિષ્ટ બાળક જો કેવળજ્ઞાન પામવાને પણ લાયક બની શકે છે તો પછી દીક્ષા લેવાને લાયક બનવામાં શંકાને સ્થાન રહેતું જ નથી. હા, દુનિયામાં જેમ બધાં બાળકો ચમત્કારિક શક્તિ ધરાવતાં નથી, પણ કોઈક જ ધરાવે છે, એ હકીકત છે, તેમ બધાં બાળકો દીક્ષાના માર્ગે વળતાં નથી, પરંતુ જેમનો આત્મા યોગ્ય હોય તે કતિપય બાળકો જ દીક્ષાના માર્ગે આવવા તત્પર થાય છે. તેમાં રૂકાવટ ઉભી કરવી તે તેઓના પ્રકૃતિદુત્ત અધિકાર ઉપર ત્રાપ મારવા જેવું છે. આ સંબંધમાં મુંબાઈના વડાપ્રધાનના શબ્દો જોવા જેવા છે.
“આ (બાલદીક્ષાની પ્રથાનો વિરોધ કરવો તે) કેવળ સામાજિક સુધારાનો પ્રશ્ન છે એમ કહી શકાય તેમ નથી... કોઈપણ વ્યક્તિનું જીવન તેના વર્તમાન જીવન માત્રથી શરૂ થાય છે. એમ નથી, પણ તેની પાછળ અનેક ભવોનાં કર્મોની ભૂમિકા રહેલી છે. વળી બાળપણમાં સંસાર ત્યાગ કરેલાઓમાંથી અનેક મહાપુરુષો પાક્યાનું પણ આપણે જાણીએ છીએ, સંતજ્ઞાનેશ્વર જેવા સમર્થ વિદ્વાનો બાલ્યવયમાં સંસાર ત્યાગી બન્યા હાત ......આ (બાળદીક્ષાનો) આખો પ્રશ્ન ત્યાગની ભાવના સાથે જોડાએલો છે. આ ત્યાગભાવના આપણા ભારતદેશની એક લાંબા કાળથી ચાલી આવતી પરંપરા છે, આ ભારતદેશની સભ્યતા અને
X
* તે વખતે ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ સંયુક્તપણે મુંબાઈ રાજ્યમાં થતો હતો. તેના તત્કાલીન વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ હતા. એ મુંબાઈની જોડણી હાલ મુંબઈ
લખાય છે.
* જૈન શ્રમણોમાં તો આર્યવિજ્રસ્વામી, વજ્રસેનસૂરિજી, સોમસુન્દરસૂરિજી શ્રી મુનિસુન્દરસૂરિજી, શ્રી હેચંદ્રસૂરિજી, આદિ અનેક યુગપ્રધાનો અને પ્રભાવક આચાર્યો તથા ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી જેવા અનેક વાચકો વગેરે મોટા ભાગે બાલદીક્ષિત જ થયા છે.