Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૧૧
(૪) કોઈ સ્ત્રી કે પુરુષને ઔષધિના પ્રયોગથી સ્ત્રી કે પુરુષવેદ નાશ થઈ નપુંસક વેદ પ્રાપ્ત થયો હોય તે.
(૫) કોઈને ઋષિ-મુનિ વગેરે તપસ્વીના શાપથી નપુંસક વેદનો ઉદય થયો હોય તે. () દેવના શાપથી નપુંસક વેદનો ઉદય થયો હોય તે.
આ છ પ્રકારે નપુંસક થયેલા સ્ત્રી કે પુરુષને તેનામાં દીક્ષા યોગ્ય બીજાં લક્ષણો હોય તો દીક્ષા આપી શકાય છે.
હવે “યતિધર્મ” શબ્દમાં રહેલા યતિ' અને “ધર્મ” બંનેનો અર્થ સ્પષ્ટ ન થાય તો યતિધર્મ” શબ્દનું જ્ઞાન પણ ન થઈ શકે, માટે પ્રથમ યતિ' શબ્દનો અર્થ કરે છે. मूलम् :- यतिरेवंविधो भव्यों, गुरोर्योग्यस्य सन्निधौ ।
विधिप्रव्रजितः शुद्ध-व्यवहाराजिनैर्मतः ।।७८ ।। ગાથાર્થ : ઉપરોક્ત દીક્ષાની યોગ્યતાવાળો, મોક્ષગમનની યોગ્યતા ધરાવતો ભવ્ય અને યોગ્ય ગુરુની પાસે વિધિપૂર્વક દીક્ષિત થયેલો હોય તે શ્રી જિનેશ્વર પરમાત્માઓ વડે શુદ્ધ વ્યવહારનયથી “યતિ' ક્લેવાયેલો છે.
ટીકાનો ભાવાર્થઃ ઉપર જણાવ્યા અનુસાર તાત્પર્ય એ છે કે પોતે યોગ્ય હોય અને યોગ્ય પાસે દીક્ષા ગ્રહણ કરેલી હોય તો તે યતિ કહેવાય છે.
દીક્ષા લેનારની યોગ્યતા ઉપર કહી છે. હવે યોગ્યગુરુનું સ્વરૂપ પાંચ શ્લોકથી વર્ણવે છે. मूलम् :- योग्यो गुरुस्तु पूर्वोक्त-गुणैः सङ्गत एव हि ।
विधिप्रपन्नप्रव्रज्य', आसेवितगुरुक्रमः ।।७९।। अखण्डितव्रतो नित्यं, विधिना पठितागमः । तत एवातिविमल-बोधयोगाञ्च तत्त्ववित्' ।।८।। उपशान्तश्च वात्सल्य-युक्तः प्रवचनेऽखिले । सर्वसत्त्वहितान्वेषी, आदेय श्चानुवर्तकः१० ।।८१।। गम्भीर" श्चाविषादी, चोपसर्गादिपराभवे । તથોપશમ&થ્યાદ્રિ-યુ: સૂત્રાર્થમાષઃ પટરા