________________
શ્રમણ ધર્મ
૪૯
છું.” એમ જણાવે અથવા રાજા પણ મારો ભક્ત છે એમ કહે. તેથી દાતાને ભય લાગવાથી પિંડ આપે તે પિંડ “ક્રોધપિંડ' કહેવાય અથવા તો સાધુ “તું નહિ આપે તો હું તારું અમુક અમુક ખરાબ કરીશ” એમ ક્રોધ કરી ભય બતાવવા દ્વારા દાતા પાસેથી જે પિંડ મેળવે તે “ક્રોધ પિંડ”
(૮) માનપિંડ દોષ? આહારાદિ મેળવવાની પોતાની લબ્ધિની પ્રશંસા સાંભળીને ગર્વિષ્ઠ બનેલો, અથવા પોતાની પ્રશંસા વધશે એમ સમજીને જ્યારે બીજાએ માને ચઢાવ્યો હોય કે “આ તો તું જ લાવી શકે ત્યારે માનની રક્ષા માટે, અથવા “તું શું લાવી શકવાનો છે ? તારામાં ક્યાં લબ્ધિ છે ?' વગેરે બીજાએ અભિમાને ચઢાવેલો સાધુ અહંકારથી ગૃહસ્થને પણ તે તે યુક્તિથી અભિમાને ચઢાવીને લાવે, તે રીતે લાવેલો પિંડ “માનપિંડ” કહેવાય.
(૯) માયાપિંડ દોષ આહારાદિ મેળવવા માટે જુદી જુદી રીતે વેષ બદલે, કે બોલવાની ભાષા બદલીને ગૃહસ્થને ઠંગીને આહારાદિ લાવે, તે “માયાપિંડ' કહેવાય.
(૧૦) લોભપિંડ દોષ : ઘણું કે સારું મેળવવાના લોભે ઘણાં ઘરો ફરી ફરીને લાવેલા આહારાદિ પિંડને “લોભપિડ' કહેવાય.
(૧૧) પૂર્વ-પશ્ચાત્સસ્તવપિંડ દોષઃ પૂર્વ એટલે પિતૃપક્ષ અને પશ્ચાતું એટલે શ્વસુરપક્ષ જાણવો, તેમાં દાતાર (કે દાત્રી) સમક્ષ પોતાનાં માતા-પિતા કે ભાઈબહેન યા પુત્ર-પુત્રીની (તમારા જેવા જ મારા માતા-બહેન-પિતા-પુત્ર વગેરે છે. એવું દેનારની ઉમરનું, અનુમાન કરીને સંબંધરૂપે) ઘટના કરીને આહારાદિ મેળવે તે “પૂર્વસંસ્તવપિંડ અને દાતારની સાથે શ્વસુરપક્ષના સંબંધીઓની એ રીતે ઘટના કરીને મેળવે તે પશ્ચાતુસંસ્તવપિંડ જાણવો (અહીં ગૃહસ્થને ભક્તિને બદલે રાગ પેદા કરાવીને લેવું તથા પોતે સંયમનું સત્ત્વ નહિ કેળવતાં ગૃહસ્થ સંબંધીઓના નામે દીનતા બતાવી લેવું વગેરે દોષ સમજવો.)
(૧૨ થી ૧૫). વિદ્યા-મંત્ર-ચૂર્ણ યોગપિંડદોષો : તેમાં મંત્રજાપ, હોમ વગેરેથી જે સિદ્ધ થાય અથવા જેની અધિષ્ઠાત્રી દેવી હોય તે વિદ્યા” કહેવાય. એવી વિદ્યાના બળે મેળવેલો તે વિદ્યાપિંડ.” પાઠ (બોલવા) માત્રથી સિદ્ધ થાય અથવા જેનો અધિષ્ઠાયક દેવ હોય તે “મંત્ર” કહેવાય. તેનો પ્રયોગ કરીને મેળવેલા આહારાદિ તે “મંત્રપિંડ'. જેને નેત્રમાં આંજવાથી (રૂપ પરાવર્તન-) અદશ્ય વગેરે થવાય તે “ચૂર્ણો' કહેવાય. તેના બળે મેળવેલાં આહારાદિ તે “ચૂર્ણપિંડ' અને જેનો પારલેપ વગેરે કરવાથી હાલા-અળખામણા વગેરે થવાય તે “યોગ' કહેવાય, તેના બળે મેળવેલાં આહારાદિને “યોગપિંડ” જાણવો.
(૧૬) મૂળકર્મપિંડ દોષ : ભિક્ષા મેળવવા માટે ગૃહસ્થની સ્ત્રીનો ગર્ભ થંભાવવો, (ઔષધિનું) સ્નાન કરાવવું, મૂળીયાંનો પ્રયોગ કરવો કે રક્ષાબંધન