________________
૪૮
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
.. ઔદેશિકના નવ ભેદો, ઉપકરણપૂર્તિકર્મ, યાવદર્થિક મિશ્રજાત, યાવદર્થિક અધ્યવપૂરક, પરિવર્તિત, અભ્યાહત, ઉદ્દભિન્ન, માલાપહંત, આચ્છિદ, અનિસૃષ્ટ, પ્રાદુષ્કરણ, કીત, પ્રામિત્યક, સૂક્ષ્મ પ્રાકૃતિકા, બે પ્રકારના સ્થાપનાપિંડ એ સર્વ દોષો વિશોધિકોટીના છે. દોષિત અંશ બાજુ પર કાઢી લેવાથી, બાકીનો અંશ કહ્યું છે. આ વિશોધિકોટીના દોષવાળો અશુદ્ધ અંશ ત્યજી બાકીનો શુદ્ધ આહાર પણ નિર્વાહ થતો ન હોય ત્યારે જ સેવવાનો, નિર્વાહ થતો હોય તો શુદ્ધ-અશુદ્ધ બંને ત્યજી દેવો. 'ઉદ્ગમદોષો જણાવ્યા. હવે ઉત્પાદનોના ર્દોષો પણ નીચે પ્રમાણે ૧૯ છે.
(૧) ધાત્રી દોષ ધાવમાતા સામાન્યથી (૧) પારકા બાળકને ધવડાવનારી, (૨) સ્નાન કરાવનારી, (૩) કપડાં-આભરણ વગેરે પહેરાવનારી, (૪) રમાડનારી, (૫) ખોળામાં બેસાડનારી, (તેડીને ફરનારી) આ પાંચ પ્રકારની કહેલી છે. મુનિ ભિક્ષા માટે ગૃહસ્થનાં બાળકોનું એવું ધાત્રીકર્મ કરી પિંડ મેળવે, તો તે ધાત્રીપિંડ કહેવાય.
(૨) દૂતિ દોષ : પરસ્પરનો સંદેશો કહેવો તે દૂતિપણું કહેવાય, ભિક્ષા માટે સાધુ ગૃહસ્થના પરસ્પર સંદેશા કહી (પ્રીતિ પ્રગટ કરીને) પિંડ મેળવે તે દૂતિપિંડ દોષ કહેવાય. . (૩) નિમિત્ત દોષ : સાધુ ભિક્ષા માટે ભૂત-ભવિષ્ય કે વર્તમાન કાળે થયેલાંથનારાં કે થતાં લાભ-હાનિ વગેરે ગૃહસ્થને કહી તેની પાસેથી પિંડ મેળવે તે નિમિત્તપિંડ કહેવાય.
(૪) આજીવક દોષ : ભિક્ષા મેળવવાના ઉદ્દેશથી જે જે જાતિ-કુલ-ગણકર્મ-શિલ્પને યોગે ગૃહસ્થ પોતાને શ્રેષ્ઠ માનતો, તે તે જાતિ વગેરેને આગળ કરી (અર્થાત્ હું પણ તે જાતિ વગેરેનો છું. તેવું કહી) પ્રીતિ ઉત્પન્ન કરી, ગૃહસ્થ જે આપે તે લેવું, તેને આજીવક પિંડ કહેવાય છે.
(૫) વનપક દોષ : શ્રમણ (બૌદ્ધો), બ્રાહ્મણ, ક્ષપણ (તપસ્વી), અતિથિ કે શ્વાન (કુતરા) વગેરેના તે તે ભક્તોની સમક્ષ પિંડ મેળવવા માટે સાધુ પણ તે તે શ્રમણાદિનો હું પણ ભક્ત છું.” તેમ જણાવે, એથી દાતાર પ્રસન્ન થઈ જે આપે તે વનપક પિંડ કહેવાય.
(૯) ચિકિત્સા દોષઃ આહારાદિ મેળવવા માટે ઉલ્ટી, વિરેચન, બસ્તિકર્મ વગેરે કરાવે અથવા તે તે રોગવાળાને તેના પ્રતિકાર કરનારા વૈદ્યોની ભલામણ કરે અથવા તે તે ઔષધોની સલાહ આપે, એમ રોગીઓને પ્રસન્ન કરીને તેઓની પાસેથી મેળવેલો પિંડ ‘ચિકિત્સાદોષ' વાળો કહેવાય. .
(૭) ક્રોધપિંડ દોષઃ દાતારને સાધુ “હું અમુક વિદ્યા કે તપ વગેરેથી પ્રભાવવંત