________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
(૨) ઔદ્દેશિક : ગૃહસ્થે પોતાના માટે ભોજન બનાવતી વખતે યાચકી માટેનો ઉદ્દેશ રાખીને તેમાં ચોખા વિગેરે વધારે નાખીને તૈયાર કરે તે ઔદ્દેશિક કહેવાય છે. તેના ભેદ-પ્રભેદ પંચવસ્તુ ગ્રંથથી જાણી લેવા.
૪૭
(૩) પૂતિકર્મ : આધાકર્મિક પિંડના અંશમાત્રથી મિશ્ર થયેલું આહારાદિ દ્રવ્ય શુદ્ધ હોય તો પણ તે પૂતિકર્મ દોષવાળું જાણવું. અર્થાત્ આધાકર્મિક દ્રવ્યના અંશ માત્રથી ખરડાયેલા ભાજન-ચાટવો-કડછી વગેરેની સહાયથી શુદ્ધ આહાર પણ પૂતિકર્મવાળો થતો હોવાથી સાધુએ વહોરવો નહિ.
(૪) મિશ્રજાત : પ્રથમથી જ પોતાના માટે અને સાધુને આપવા માટે ભેગું તૈયાર કરેલું તે ‘મિશ્રજાત' જાણવું. તેના ત્રણ ભેદો પંચવસ્તુથી જાણવા.
(૫) સ્થાપના : સાધુ વગેરેને આપવા માટે કેટલાક સમય સુધી મૂકી રાખવું તે સ્થાપના કહેવાય. જે પિંડ વગેરેની આ સ્થાપના કરાય તે દાન આપવા માટેનો પિંડ આહારાદિ પણ ‘સ્થાપના’ કહેવાય. આના ભેદો-પ્રભેદો પંચવસ્તુથી જાણવા.
(૩) પ્રાકૃતિક : સાધુને દાન આપવાની બુદ્ધિથી ગૃહસ્થ પોતાના ઘરે આવતા વિવાહાદિ કાર્યોને વહેલા-મોડા કરે તે પ્રાકૃતિક. આના ભેદો-પ્રભેદો પંચવસ્તુથી
જાણવા.
(૭) પ્રાદુષ્કરણ : દાન દેવા યોગ્ય વસ્તુ હોય ત્યાં ભીંત તોડીને, બારી મૂકીને અથવા મણી વિગેરેથી પ્રકાશ કરવાથી કે ઘરમાં અંધારામાંથી બહાર લાવવાથી આ દોષ લાગે છે. જીવહિંસા સંભવિત હોવાથી અંકલ્પ્ય છે.
(૮) ક્રીત : સાધુના માટે વસ્તુ મૂલ્યથી ખરીદવી તે ‘ક્રીત’ કહેવાય. તેના ચાર પ્રકારો પંચવસ્તુ ગ્રંથથી જાણી લેવા.
(૯) પ્રામિત્યક : સાધુને આપવા માટે જે વસ્તુ ઉછીની (બદલામાં તેવી વસ્તુ પાછી આપવાની શરતે ઉધાર) લેવામાં આવે તે પ્રામિત્યક દોષ. તેના બે ભેદો પંચવસ્તુથી જાણવા. પાછું આપવાનું ભૂલી જાય અથવા એવી સ્થિતિ ન રહે તો લેણદાર તરફથી સાધુના નિમિત્તે આપત્તિ આવે.
(૧૦) પરિવર્તિત : પોતાનું બગડી ગયેલું ઘી વગેરે વસ્તુ બીજાને આપીને બદલામાં તેની પાસેથી સારું-તાજુ ઘી વગેરે વસ્તુ મેળવીને સાધુને આપવી તે પરિવર્તિત દોષ. આના બે ભેદ પંચવસ્તુથી જાણી લેવા. લેનારીનો પતિ અષયશને કારણે અને આપનારીનો પતિ હલકું ગ્રહણ કરવાને કા૨ણે તેની તર્જનાદિ કરે અને એમાં નિમિત્ત સાધુ બને માટે અકલ્પ્ય છે.
(૧૧) અભ્યાકૃત : ઘરેથી કે પોતાના ગામથી સાધુને વહોરાવવાની વસ્તુ