________________
શ્રમણ ધર્મ
સાધુ હોય ત્યાં સામે લઈ જવી તે ‘અભ્યાસ્કૃત’ કહેવાય છે. તેના ભેદો પંચવસ્તુથી જાણી લેવા. સામે લાવવામાં રસ્તામાં વિરાધના સંભવિત છે માટે અકલ્પ્ય.
૪૭
(૧૨) ઉદ્ભિન્ન : વસ્તુને ઉઘાડી-ઉખેડીને આપે તે ઉદ્દભિન્ન કહેવાય. જેમ કે કોઈએ ગોળ, ઘી વગેરેના ભાજનને માટી વગેરેથી લીંપીને બંધ કર્યું હોય, તે ઉ૫૨ની માટી વગેરે ઊખેડીને, અથવા ગાંઠ છોડીને પોટકીમાંથી, તાળુ ખોલીને પેટી-કબાટ વિગેરેમાંથી વહોરાવે ત્યારે આ દોષ લાગે. ત્રસ-સ્થાવર જીવોની હિંસાનો સંભવ હોવાથી સાધુને અકલ્પ્ય છે.
(૧૩) માલાપહત : છીકું-માળીયું-છાજલી વગેરેમાં ઉ૫૨ ભોંયરા વિગેરેમાં નીચે અથવા ઊંડા કોઠાર, કોઠી, વિગેરેમાં અથવા કષ્ટપૂર્વક લઈ શકાય એવા સ્થાને રહેલી વસ્તુ સાધુ માટે લાવીને સાધુને આપવી તે માલાપહત. લેવામૂકવા આદિમાં જીવહિંસા થાય, લેતી વખતે પડી જવાય, વસ્તુ હાથમાંથી પડી જાય તો ત્રસ જીવોની વિરાધના વગેરે હોવાના કારણે તે અકલ્પ્ય છે. આના ભેદો પંચવસ્તુથી જાણી લેવા.
(૧૪) આચ્છેદ્ય : પારકું છતાં બળાત્કારે લઈને (ઝુંટવીને) સાધુને આપે તે આચ્છેદ્ય કહેવાય. આ દોષમાં સાધુને નિમિત્તે બીજાને અપ્રીતિ થાય-સાધુ ઉપર અસદ્ભાવ થાય - તેથી મિથ્યાત્વનો બંધ-અને દુર્લભબોધિપણું થાય, તેથી અકલ્પ્ય છે. તેના ત્રણ ભેદો પંચવસ્તુથી જાણવા.
(૧૫) અનિસૃષ્ટ : જે આહાર અમુક માણસોની મંડલી વગેરેનું હોય, તેમાંથી એક માણસ બીજા મંડલીના માણસોને પૂછ્યા વિના-અનુમતિ વિના અથવા નિષેધ કરવા છતાં સાધુને વહોરાવે, તે અનિસૃષ્ટ કહેવાય. આમાં પણ આપનાર સિવાય બીજાઓને અપ્રીતિ વગેરે આચ્છેદ્યમાં કહેલા દોષો લાગે માટે અકલ્પ્ય છે. તેના ત્રણ ભેદો પંચવસ્તુથી જાણી લેવી.
(૧૭) અધ્યવપૂરક : પોતાના માટે રસોઈનો પ્રારંભ કર્યા બાદ, જાણવા મળે કે સાધુઓ આવ્યા છે તો તેઓને દાન આપવા માટે ચાલુ રસોઇમાં નવો વધારો કરવો તે અધ્યવપૂરક કહેવાય. રસોઈમાં થતી જીવહિંસામાં સાધુની ભાગીદારી બને, માટે તે અકલ્પ્ય. તેના ત્રણ ભેદો પંચવસ્તુથી જાણી લેવા.
ઉપરોક્ત દોષોમાં આધાકર્મ, ઔદેશિક્ના (છેલ્લા) ત્રણ ભેદો, મિશ્રજાત, અને અધ્યવપૂરકના બે ભેદો, આહારપૂતિકર્મ અને બાદર પ્રાકૃતિકા આટલા દોષો દોષિત વસ્તુ જુદી કરવા છતાં પણ તેની સાથે બાકી રહેલી નિર્દોષ પણ વસ્તુ શુદ્ધ થતી નથી. તેથી તે અવિશોધિકોટીના દોષો જાણવાં