Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
(૧૭) પરાધીન : જે- ધન લઈને કે વિદ્યા વગેરે ગ્રહણ કરવાના નિમિત્તે અમુક કાળ સુધી બીજાનો બંધાયેલો એવો પરાધીન હોય તો, તે અયોગ્ય છે. કારણ કે કલહનો સંભવ છે.
(૧૭) ચાકર : અમુક “રૂપિયા' વિગેરે પગાર લઈને ધનિકના ઘરે નોકરીએ રહેલો પણ દીક્ષા માટે અયોગ્ય છે. કારણ કે ધનિકાદિને અપ્રીતિ થાય.
(૧૮) શૈક્ષનિષ્ફટિકા : જેને દીક્ષા આપવાની ઇચ્છા હોય તેનું અપહરણ કરવું તે શૈક્ષનિષ્ફટિકા કહેવાય. તે પણ અયોગ્ય છે. કારણકે માતા-પિતાને કર્મબંધ અને દીક્ષાદાતાને અદત્તાદાન વગેરે દોષનો પ્રસંગ બને છે.
આ અઢાર દોષો પુરુષને અંગે સમજવા. સ્ત્રીઓને પણ આ અઢાર દોષો છે. ઉપરાંત સ્ત્રીના (૧) સગર્ભા સ્ત્રી તથા (૨) ધાવતા બાળકવાળી સ્ત્રી, આ બે દોષો વિશેષ જાણવા. આમ અયોગ્ય સ્ત્રીઓના ૨૦ ભેદો છે.
દીક્ષા માટે અયોગ્ય નપુંસકોના દસ પ્રકાર પ્રવચન સારોદ્વારમાં નીચે પ્રમાણે જણાવ્યા છે.
(૧) પંડક : પુરુષના આકારવાળો છતાં ૧. ગતિ, ચેષ્ટા, લજ્જાદિ સ્વભાવ સ્ત્રીના જેવો જ હોય છે. ૨. સ્વર, શરીરનો વર્ણ તથા ઉપલક્ષણથી શરીરની ગંધ વગેરે સ્ત્રી-પુરુષની અપેક્ષાએ વિલક્ષણ હોય છે. ૩. પુરુષ ચિહ્ન મોટું હોય છે. ૪. વાણી કોમળ હોય છે. ૫. સ્ત્રીની જેમ મૂત્ર કરતાં અવાજ થાય અને ૬. તે ફીણ વિનાનું હોય. આ છ લક્ષણો પડકના જાણવાં.
(૨) વાતિક : વાયુ (ની પ્રકૃતિ)વાળો હોય તે વાતિક પોતાના કામોદયથી અથવા અન્ય ઠેકાણે વિકાર થતાં સ્ત્રીને ભોગવ્યા વિના તે રહી શકે નહિ. વેદોદયને રોકવામાં અસમર્થ હોય. (૩) ક્લબ : અસમર્થ હોય તે ક્લીબ ૪ પ્રકારે છે.
() વસ્ત્ર રહિત સ્ત્રીને જોઈને ક્ષોભ-વિકાર પામે તે દૃષ્ટિક્લબ () સ્ત્રીનાં શબ્દ સાંભળવા માત્રથી ક્ષોભ-વિકાર પામે તે શબ્દ ક્લબ. (ણ) સ્ત્રીનાં આલિંગનથી ક્ષોભ પામે તે આશ્લિષ્ટ ક્લબ
() સ્ત્રીએ ભોગ માટે નિમંત્રણ કરવાથી ક્ષોભ પામે તે નિમત્રણ ક્લીબ. (૪) કુંભી : જેને વેદ મોહનીયના ઉદયથી પુચિન કે અંડકોષ કુંભની જેમ સ્તબ્ધ રહે તે.