Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૪૩
શ્રમણ ધર્મ
લાગી શકે છે, વગેરે વિચાર ક૨વો તે ગવેષણૈષણા છે. આહારાદિ લેતાં કે લેવા માટેનો વિચાર કરવો તે ગ્રહણૈષણા. ગ્રાસ=ભોજન, તેના સમયે અથવા તે સંબંધમાં વિચાર કરવો તે ગ્રાસૈષણા.
હવે ઉત્સર્ગ-અપવાદથી ગવેષણૈષણાના આઠ દ્વા૨ો ઓનિર્યુક્તિના આધારે જણાવાય છે.
(૧) પ્રમાણ : કેટલીવાર ગૃહસ્થોને ત્યાં ભિક્ષા લેવા જવું ? અર્થાત્ એકવારબેવાર વગેરે વિધાન કરવું. આ ઉત્સર્ગથી, અપવાદથી આચાર્ય, ગ્લાન, તપસ્વી, પ્રાથુર્ણક વગેરે માટે ઘણીવાર પણ જઈ શકાય (૨) કાલ : (ગૃહસ્થોના ત્યાં) ભિક્ષાનો કાળ થાય ત્યારે ગ્લાનાદિ માટે ‘પ્રથમાલિકા' (પ્રાત:ભોજન) લાવવા પ્રથમ પોરિસીના અંતે નીકળે અથવા કારણસર પ્રથમ પોરિસી અડધી થાય ત્યારે નીકળે, પણ સાધુ જો અતિપ્રભાતે આહારાદિ માટે ફરે તો ‘માસલઘુ’ પ્રાયશ્ચિત્ત લાગે આ ઉત્સર્ગથી. અપવાદથી બીમાર કે તપસ્વી માટે સવારમાં વહેલા કે ભિક્ષાકાળ વ્યતીત થયા બાદ પણ નીકળે. (૩) આવશ્યક : લઘુ-વડીનીતિ વગેરેની બાધા ટાળીને નીકળે-આ ઉત્સર્ગથી. અપવાદે અનાભોગથી લઘુ-વડી નીતિની બાધા ટાળ્યા વિના જાય અને વચ્ચે શંકા થાય તો ઉપાશ્રયમાં પાછો આવી ટાળે, દૂર હોય તો પાત્રા બીજા સાધુને આપી.ટાળવા જાય, વધુ સમય રોકવા અસમર્થ હોય તો નજીકમાં એકસામાચારીવાળા સાધુના ઉપાશ્રયમાં, તે ન હોય તો ભિન્ન સામાચારીવાળા સાધુના ઉપાશ્રયમાં, તે પણ ન હોય તો શ્રદ્ધાળુ શ્રાવકના ઘરે, તે પણ ન હોય તો વૈદ્ય ને શરીરના મળ-મૂત્ર-વગેરે ત્રણ શલ્યો જણાવી તે અનુમતિ આપે ત્યાં બાધા ટાળવી, તે પણ ન હોય તો બે ઘરની વચ્ચે, તે પણ ન શક્ય બને તો ગૃહસ્થની માલિકીની જગ્યામાં, અંગર રાજમાર્ગ ઉપર પણ શંકા ટાળે. રાજમાર્ગ વગેરે જાહે૨ સ્થાનમાં માત્ર વડીનીતિ કરે - લઘુનીતિ નહીં. કારણ કે રાજકચેરીમાં ફરીયાદ થાય તો ઉપાડી લઈ સમાધાન કરી શકાય. (૪) સંઘાટક : એકલા નહીં જતાં બીજા સાધુની સાથે જવું. એકાકી જવામાં સ્ત્રી કે દ્વેષીથી ઉપદ્રવ થવાનો સંભવ રહે. (એકાકી થવાનાં કારણો બૃહત્કલ્પની ગાથા-૧૭૦૩ થી જાણી લેવાં.) અપવાદે દુષ્કાળાદિને કારણે ગોચરી દુર્લભ બને ત્યારે, અથવા પોતાની લબ્ધિથી આહાર મેળવવાના નિયમવાળો સાધુ-એકાકી ફરે, એષણાની દઢતાદિ બીજા સારા ગુણો હોય છતાં, કલહપ્રિય સ્વભાવના કારણે કોઈ સાધુ તેની સાથે જવા તૈયા૨ ન હોય તો એકાકી જાય. અહીં સ્ત્રી આદિના ઉપદ્રવને ધર્મોપદેશ, કપટ, છેવટે આત્મઘાત સુધીના ઉપાયોથી દૂર કરે, પણ આચારોનું ખંડન ન કરે. (૫) ઉપકરણ : ઉત્સર્ગે ગોચરી માટે ફરતાં સાધુએ તમામ ઉપકરણો લઈને જવાનું. અપવાદે અશક્ત હોય તો પાત્ર-પડલા-રજોહરણ-દંડ-ઉનની કામળી-સુતરાઉ બે કપડા તથા