________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
(૧) શુભધ્યાન આદિ સાધુતામાં પ્રવર્તતો, ગુર્વાશાનો પાલક, આજીવિકા માટે પણ આરંભનો ત્યાગી, વૃદ્ધ-ગ્લાન વગેરેને માટે ભ્રમરની જેમ જુદા-જુદા ઘરેથી થોડું-થોડું લેનારો તથા “આ ભિક્ષા સાધુ અને ગૃહસ્થ બંને માટે ઉ૫કા૨ક છે માટે લજ્જા વિના તે માગવી જોઈએ” એવા શુભ આશયથી ફરનારો હોય તેવા સાધુની ભિક્ષા સર્વસંપત્કરી ભિક્ષા કહેવાય છે.
૪૨
(૨) જે સાધુ દીક્ષિત થવા છતાં સાધુતાથી વિરુદ્ધ વર્તે છે, પાપારંભમાં પ્રવૃત્તિ કરે છે, ભિક્ષાથી જીવન ચલાવે છે, તેની ભિક્ષા (તેના વીર્યંતરાયના ક્ષયોપશમથી પ્રગટતા) પુરુષાર્થની ઘાતક હોવાથી ‘પૌરુષઘ્ની’ કહેવાય છે.
(૩) જેઓ અંધ-નિર્ધન કે પાંગળા હોવાના કારણે કોઈ ઉપાય દ્વારા આજીવિકા મેળવી શકે તેમ નથી, તેઓ માત્ર ઉદર ભરણ(જીવવા) માટે ભિક્ષા માગે, તેઓની ભિક્ષા વૃત્તિભિક્ષા કહેવાય છે.
ભિક્ષા માટે પરિભ્રમણનો ક્રમ આ પ્રમાણે છે
જ્યારે સમય થાય ત્યારે સાધુ માત્રાદિની બાધા ટાળી ગુરુને ખમાસમણ દેવાપૂર્વક મુખવસ્તિકાનું પડિલેહણ કરી, પુન: ખમાસમણ દઈ ‘માવનું પાત્રાળિ સ્થાને સ્થાપયામિ' કહીને પાત્રાનું પ્રતિલેખન-પ્રમાર્જન કરીને પડલા સાથે ઝોળીમાં ગ્રહણ કરે અને ડાબા હાથમાં દાંડો પકડીને ગુરુ સન્મુખ ઊભો રહી ઉપયોગનો કાયોત્સર્ગ કરે. તેમાં શ્રી નમસ્કાર મહામન્ત્રને ચિન્તવે, આ વિષયમાં બીજો એક મત છે જે કહે છે કે નમસ્કારમન્ત્ર પૂર્વક ઉપયોગના કાયોત્સર્ગમાં ઉત્તમમુનિ આ રીતે ધર્મયોગને પણ ચિન્તવે કે - ગુરૂ બાળ વૃદ્ધ ગ્લાન નવદીક્ષિતાદિ માટે પણ અમુક અમુક આહારાદિ લાવીશ, માત્ર મારા માટે જ લાવીશ એમ નહિ' ત્યારબાદ પ્રગટ, નમસ્કારમન્ત્ર કહીં વિનયપૂર્વક મુનિ કહે ‘ફ∞ાળારેળ સંવિસજ્જ માવત્' ‘તદ્ઘત્તિ’ (હે ભગવન્ત્ ! મને આજ્ઞા આપો) ગુરુ ઉપયોગપૂર્વક કહે ‘મ’ (કાળને ઉચિત અને અનપાય હોવાથી તમે લાભ લ્યો) ત્યાર બાદ ‘ન્હેં જેસું’ (કેવી રીતે ગ્રહણ કરીએ ?) એમ શિષ્ય નમ્ર થઈને પૂછે. ત્યારે ગુરુ તત્તિ નહિઞ પુવ્વસાહૂäિ' (જેમ પૂર્વ સાધુઓએ ગ્રહણ કર્યું, તેમ તમે પણ કરજો) કહે. પછી સાધુ ‘નર્સી નોì’(વસ્ત્ર પાત્રાદિ જે વસ્તુનો જોગ મળશે તે હું ગ્રહણ કરીશ) આમ કહીને ‘આવહી’ કહેવા પૂર્વક બહાર નીકળે.
વર્તમાન સામાચારી પ્રમાણે આ ઉપયોગનો કાયોત્સર્ગ સવારે જ કરી લેવાતો હોય છે. આ વિષયમાં વિશેષ વિગતો પંચવસ્તુ-ઓનિર્યુક્તિથી જાણી લેવી.
ગોચરીના વિષયમાં એષણા ત્રણ પ્રકારની છે. (૧) ગવેષણૈષણા, (૨) ગ્રહણૈષણા, (૩) ગ્રાસૈષણા. તેમાં આહારાદિને ગ્રહણ કરવા માટે કયો સમય છે, કયા દોષ