Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
જ' ઉચ્ચરાવે. તે પછી પૂર્વ (ધર્મ સંગ્રહ ભાગ-૧માં શ્રાવકધર્મ વિધિમાં જણાવ્યા) પ્રમાણે જયવીયચય સુધી ચૈત્યવંદન કરાવે. તે પછી ગુરુ પોતાના મંત્રથી (એટલે સૂરિમંત્ર-પાઠકમંત્ર કે વર્ધમાનવિદ્યાથી) વાસને મંત્રીને શિષ્યને ખમાસમણ દેવરાવીને તેના મુખે ‘મમ પવ્વાવેહ, મમ વેસં સમર્પહ' અર્થાત્ મને દીક્ષા આપો ! મને સાધુવેષ સમર્પણ કરો ! એમ વિનંતી કરાવે.
૨૧
ત્યારબાદ આચાર્ય આસનેથી ઊભા થઈને શ્રી નમસ્કાર મહામંત્ર (ત્રણવાર) ગણવાપૂર્વક પૂર્વ સન્મુખ કે ઉત્તર સન્મુખ રહીને ઓઘાની દસીઓ શિષ્યની જમણી બાજુ રહે તેમ ઓઘાને પકડીને ‘સુગૃહીત રેહ’ અર્થાત્ ‘સારી રીતે સ્વીકાર કરો !' એમ બોલતાં શિષ્યને ઓઘાનું અને સાધુવેષનું સમર્પણ કરે, શિષ્ય પણ ‘ઇચ્છું’ કહીને ઇશાનદિશામાં જઈ આભરણ-અલંકાર વગેરે ઉતારે અને ગૃહસ્થવેષનો ત્યાગ કરે. (મુંડન કરાવી સ્નાનાદિક ક્રિયા કરી સાધુવેષને ધારણ કરી) પુન: આચાર્યની પાસે આવીને વંદન (ખમાસમણ) દઇને ‘ઇચ્છકાર ભગવન્ મમ મુણ્ડાવેહ, સવિરઇસામાઇયું મમ આરોવેહ'-અર્થાત્ હે ભગવન્ ! આપની ઇચ્છાનુસાર મારું મુંડન કરો અને મને સર્વપાપના ત્યાગરૂપ સામાયિક ઉચ્ચરાવો ! એમ બોલીને દ્વાદશાવર્ત્ત વંદન કરે (વાંદણા આપે). પછી ગુરુ-શિષ્ય બંને સર્વવરિત સામાયિકના આરોપણ માટે સત્તાÓસ શ્વાસોશ્વાસનો (સાગરવરગંભીરા સુધીનો) કાયોત્સર્ગ કરે, પા૨ીને ઉપર પ્રગટ લોગસ્સ બોલે, તે પછી લગ્નવેલા (મુહૂર્ત)
મધ્યમાઓને તર્જનીઓની સાથે જોડવાથી ગોસ્તનના આકારે સુરભિમુદ્રા થાય. આને ધનમુદ્રા પણ કહે છે. એનાથી અમૃત ઝરાવાય છે.
(૩) સૌભાગ્ય : બે હથેળીઓ એક બીજી સામે ઊભી રાખી આંગળીઓ પરસ્પર ગૂંથવી પછી બે તર્જનીઓ વડે બે અનામિકાઓને પકડી મધ્યમાઓને ઊભી કરી તેઓના મૂળમાં બે અંગુઠા રાખવાથી સૌભાગ્ય મુદ્રા થાય. એનાથી સૌભાગ્યમંત્રનો ન્યાસ થાય છે.
(૪) ગરુડ : પોતાની સન્મુખ જમણો હાથ ઊભો કરી તેની ટચલી આંગળી વડે ડાબા હાથની ટચલી આંગળી પકડીને બે હાથ નીચલી તરફ ઉલટાવી દેવાથી ગરુડ મુદ્રા થાય. આ મુદ્રા દ્વારા દુષ્ટથી રક્ષા માટે મંત્રકવચ કરાય છે.
(૫) પદ્મ : અવિકસિત કમળપુષ્પના આકારે બંને હથેળીઓ ભેગી કરી વચ્ચે કર્ણિકાના આકારે બે અંગુઠા સ્થાપવાથી પદ્મમુદ્રા થાય. આ મુદ્રા પ્રતિષ્ઠા (સ્થાપના) માટે કરાય છે. (૩) મુદ્ગર : બે હથેળી એકબીજાથી ઉલટી જોડીને આંગળીઓ ગૂંથવી અને હથેળીઓ પોતાની સન્મુખ સુલટાવવી, એથી મુદ્ગર મુદ્રા થાય, તે વિઘ્નવિધાતાર્થે કરાય છે.
(૭) કર મુદ્રા : મૂળમાં ‘રા ય’ પાઠ હોવાથી અમે કરમુદ્રા એવો અર્થ કર્યો છે, પણ કરમુદ્રા જાણવામાં નથી. એટલે અંજલિમુદ્રા સમજી તેનું સ્વરૂપ લખીએ છીએ. ચત્તા બે હાથની આંગળીઓ કંઈક વાળીને બે હાથ જોડવાથી ખોબાના આકારે અંજલિ મુદ્રા થાય. તેનાથી પુષ્પારોપણાદિ થાય છે. (કલ્યાણ કલિકા ભાગ-૧)