Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ • જેમ ઘટ રૂપ કાર્યોત્પત્તિમાં દંડ એકલાથી કાર્ય થતું નથી પણ દંડ, ચક્ર ચીવરાદિ અવશ્યલૂપ્ત સામગ્રીનું સન્નિધાન થાય ત્યારે ઉત્પન્ન થાય છે. તેમ અભવ્યોના વિષયમાં પણ વિચારી લેવું. બાહ્ય ક્રિયાઓ હોવા છતાં મોક્ષગમનની યોગ્યતા રૂપ અભ્યત્તર હેતુના વિરહમાં તેમની બાહ્ય ક્રિયાઓ નિષ્ફળ જાય છે, આથી વિરતિના પરિણામ અને મોક્ષરૂપકાર્યની સિદ્ધિ થતી નથી.
આવશ્યકનિયુક્તિ ગાથા-૧૧૫૧ અને પંચવસ્તુ ગાથા-૧૭ર પણ આ વાતની સાક્ષી પૂરે છે.
વળી ‘વિરતિના પરિણામ વગરના શિષ્યને દીક્ષાની ચૈત્યવંદનાદિ વિધિ કરાવવાથી ગુરૂને મૃષાવાદ લાગે” એ વાત બરાબર નથી, કારણ કે એ વિધિ કરાવીને જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરવા દ્વારા “તું સાધુ થયો વિગેરે કહેવું એ ‘વ્યવહાર સત્ય' હોવાથી સત્યને ક્ષતિ પહોંચતી નથી. પણ ભરતાદિના ઉદાહરણ લઈને આ વિધિ નહીં કરાવવાથી તીર્થનો ઉચ્છેદ, જિનાજ્ઞાનો ભંગ અને દીક્ષા આપવી' : ઇત્યાદિ વ્યવહાર ધર્મનો નાશ થવાનો પ્રસંગ આવે.
પંચવસ્તુની ૧૭૧મી ગાથામાં પૂ.શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે ભરતચક્રી આદિને કેવલજ્ઞાન પૂર્વજન્મની વ્યવહાર ધર્મની આરાધનાનું ફળ છે. પૂર્વભવમાં કે વર્તમાનમાં વ્યવહારધર્મરૂપ અનુષ્ઠાન સેવ્યા વિના નિશ્ચયધર્મરૂપ આત્મપરિણામ પ્રગટ થતો નથી.
કોઈ અન્યમતવાળાઓ કહે છે કે... ' , “જેમ નિપુણ્યક જીવનું ધન, વિના ભોગવે નાશ પામે છે તેમ સાધુ થનારની પણ પુણ્યોદયે મળેલી સુખસંપત્તિ પાપોદયથી, વિના ભોગવે નાશ પામે છે. ઘરબાર વિના ભૂખ્યા-તરસ્યા સાધુઓને પાપોદયથી ઘેરાયેલા કેમ નહિ માનવા ? વળી ઘર, આહાર, પાણી વગેરે જીવન સામગ્રીને અભાવે (તેની શોધમાં ફરતા) સાધુઓને શુભધ્યાન પણ શી રીતે સંભવે ? શભધ્યાન વિના ધર્મ પણ કેવી રીતે હોય ? માટે ગૃહસ્થાશ્રમમાં રક્ત (ભોગી) સંતુષ્ટચિત્તવાળો, પરહિત કરવાના આદરવાળો અને મધ્યસ્થ સ્વભાવવાળો ગૃહસ્થ જ ધર્મને આરાધી શકે.”
તેઓને પૂછીએ કે પાપનું લક્ષણ શું? જો તમે એમ કહેશો કે ચિત્તમાં ક્લેશ (સંતાપ)નો અનુભવ થાય તે પાપ, તો ગૃહસ્થાવાસમાં ધનની આકાંક્ષા, મેળવવાની ચિંતા, સાચવવાની ચિંતા અને જાય ત્યારે દુ:ખ, આવા ઘણા સંક્લેશો હોય છે તો ગૃહસ્થને શાંતિ ક્યાંથી ? જ્યારે સાધુને આવી કોઈ ચિંતા ન હોવાથી દુ:ખનો અભાવ અને બદલામાં ચારિત્રનો આનંદ હોય છે.
જો તમે એમ કહો કે “કષ્ટદાયક ક્રિયાઓના કારણે સાધુઓને દુ:ખ હોય છે