Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૩૩
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ • પ્રતિલેખના કરતી વખતે ઉપકરણાદિને લેવામાં મૂકવામાં અને એકથી બીજા સ્થાને ફેરવવામાં, તે તે સ્થાનને દૃષ્ટિથી જોઈને પ્રમાર્જીને ઊપધિનું પડિલેહણ કરવું.
વસ્ત્રનું પડિલેહણ કરતી વખતે વસ્ત્ર જમીનને, પોતાના અંગને સ્પર્શે નહી તે રીતે વાયુકાયની વિરાધના ન થાય તે માટે ધીમે-ધીમે જીવોની જયણા કરતાં પડિલેહણ કરવું. વળી વસ્ત્રના ત્રણ ભાગ બુદ્ધિથી કલ્પીને ચક્ષુથી એક-એક ભાગ જોતાં ત્રણ વાર સંપૂર્ણ વસ્ત્ર જોઈ લેવું. બીજી વખતે પ્રસ્ફોટન (છપૂરિમો કરવા બે છેડેથી ત્રણ ત્રણ વાર નચાવવું.) અને ત્રીજી વખતે “પ્રાર્થના કરવી, એટલે કે વસ્ત્રમાંથી હાથ ઉપર પડયા હોય તે જીવોનું તે વસ્ત્રથી જ પ્રમાર્જન કરવું.
હવે નીચેની છ રીતે પડિલેહણા કરવાથી દોષો લાગે છે. (૧) આરભટા: વિપરીત રીતે પડિલેહણા કરવી, અથવા આકુલપણે બીજું બીજું વસ્ત્ર લઇને શીધ્ર શીધ્ર પડિલેહવું તે આરભટા પ્રતિલેખના. (૨) સંમર્દો: પડિલેહણા કરતાં વસ્ત્રના છેડા વસ્ત્રના મધ્યભાગ તરફ વળી જાય છે અથવા ઉપધિ ઉપર બેસીને તેની પ્રતિલેખના કરવી તે સંમર્દી પ્રતિલેખના. (૩) મુશલી : પડિલેહણા કરી પોતાની ઉપાધિ ગુરુના અવગ્રહમાં વિગેરે અસ્થાને મૂકવી તે. (૪) પ્રસ્ફોટન: રજવાળાં વસ્ત્રને ગૃહસ્થ ઝાટકે, તેમ પડિલેહણ કરતાં વસ્ત્રને ઝાટકવું તે. (૫) વિક્ષેપણ : વસ્ત્રની પ્રતિખના કરી વસ્ત્રોને દોરી ઉપર ટીંગાડવા તે. (૬) વેદિકાપંચક : ઉદ્ધવેદિકા વગેરે પાંચ વેદિકા આ પ્રમાણે છે.
(i) ઢીંચણો ઉપર હાથ (કોરી) મૂકીને પડિલેહણ કરવું. (ii) ઢીંચણોની નીચે બે સાથળો વચ્ચે) હાથ રાખવા. (ii) એક ઢીંચણને આંતરે બે હાથ રાખવા (iv) બે હાથની વચ્ચે બે ઢીંચણ રાખવા (V) બે ઢીંચણોની વચ્ચે (ખોળામાં) બે ભુજાઓ રાખવી.
પ્રતિલેખના કરનાર ઉપર કહેલા છ દોષો વર્જવા જોઈએ. બીજા પણ પ્રતિલેખનાના દોષો છે -
(૧) પ્રશિથિલ વસ્ત્રને મજબૂત ન પકડવું અથવા સંપૂર્ણ પહોળુ કર્યા વિના પકડવું. (૨) પ્રલમ્બ વાંકુ પકડીને લાંબુ કરવું કે એક છેડેથી પકડીને લાંબુ કરવું. (૩) લોલન: પડિલેહણા કરતાં અનાદરથી હાથ ઉપર કે જમીન ઉપર જેમ તેમ વસ્ત્રનો સ્પર્શ કરવો. (૪) એકામર્ષ : વસ્ત્રને ત્રણ વિભાગે પહોળુ કરીને જોવાના બદલે વચ્ચેથી પકડીને એક સાથે તેટલું જ પહોળું કરે કે જેથી બાકીનો ભાગ જોયા વિનાનો જ રહે તેમ પડિલેહણા કરવી. (૫) અનેકકમ્પન: ત્રણ પરિમો કર્યા પછી