Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૩૪
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ આવ્યું હોય તો સો શ્વાસોશ્વાસ, પ્રમાણ (ચાર લોગસ્સ ચંદેસ નિમલયર સુધીનો) અને સ્વયં મૈથુન સેવવારૂપ દુઃસ્વપ્ન આવ્યું હોય તો ઉપર પ્રમાણે ચાર લોગસ્સ ઉપરાંત એક નવકાર (અથવા “સાગરવરગંભીરા' સુધી ચાર લોગસ્સ)નો અર્થાત્ ૧૦૮ શ્વાસોશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરવો.
આ કાયોત્સર્ગ પછી દેવને નમસ્કાર માટે (જગચિંતામણિ...) ચૈત્યવંદન કરવું અને ગુરુને નમસ્કાર માટે (ખમાસમણ પૂર્વક “ભગવાન્ હં' વગેરે) ચાર ખમાસમણ આપવાત્યારબાદ વાચના-પૃચ્છના વગેરે સ્વાધ્યાય કરવો. ઉપલક્ષણથીંપૂર્વે ગ્રહણ કરેલા તપ-નિયમ-અભિગ્રહનું ચિંતન તથા ધર્મજાગરિકા કરવી.
યતિદિન ચર્યામાં પણ ઉપરોક્ત વાત કરી છે. સવારના સમયે બ્રાહ્મમુહૂર્તમાં ચિત્ત નિર્મલ હોવાના કારણે ધર્મકાર્યના ઉપાયોનું ચિંતન સફળ થાય છે એમ ત્યાં જણાવેલું છે.
હવે ઉગ્વાડા પોરિસી (સૂર્યોદયથી પીણા પ્રહર) સુધી કરવાનાં કાર્યો ક્રમશ: જણાવે છે. मूलम् :- काले च कालग्रहणं, ततश्चावश्यकक्रिया ।
द्राक् प्रत्युपेक्षणा सम्यक्, स्वाध्यायश्चाद्यपौरुषीम् ।।११।। ગાથાર્થ ? ત્યારબાદ સમય થતાં શાસ્ત્રોક્ત વિધિથી) કાલગ્રહણ લેવું, પછી પ્રતિક્રમણ, વસ્ત્રોની પડિલેહણ અને પોરિટી પૂર્ણ થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો.
ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : રાત્રિના ચોથા પ્રહરના છેલ્લા (ચોથા) ભાગમાં ‘પ્રાભાતિક કાલનું ‘ગ્રહણ' એટલે નિરૂપણ કરવું તે સાપેક્ષ યતિધર્મ છે.
કાલગ્રહણનો વિધિ યોગવિધિના ગ્રંથોથી જાણી લેવો. આટલું તેમાં વિશેષ જાણવું કે. “પ્રભાતિક કાલગ્રહણના સમયે એક સાધુ ઉપાધ્યાયની અથવા બીજા વડીલની આજ્ઞા મેળવીને પ્રભાતિક કાલગ્રહણ કરે, તે પછી ગુરુ નિદ્રામાંથી જાગે” ત્યારબાદ પ્રતિક્રમણ મંદ સ્વરે કરે. કાઉસ્સગ્ગ કેટલા કરવાના વગેરે વિધિ પ્રથમ ભાગમાંથી જાણી લેવી. રાઇપ્રતિક્રમણની વિધિ પણ પહેલા ભાગમાંથી જાણી લેવી. જે કંઈ ફેરફારો છે તે આગળ જણાવીશું.
આંખ, ભ્રકુટી, પાંપણનું ફરકવું, શ્વાસોશ્વાસ લેવા-મૂકવો, વગેરે સૂક્ષ્મ કાર્યોમાં