________________
૩૭
શ્રમણ ધર્મ
વસ્ત્રને અનેક વાર કંપાવવું. અથવા ઘણાં વસ્ત્રોને ભેગાં પકડીને એક સાથે પુરિમો કરવાં. (૬) પ્રમાણમાં પ્રમાદ : નવ અક્બોડા અને નવ પ્રમાર્જના ક૨વાને બદલે પ્રમાદથી ન્યૂનાધિક કરવા. (૭) શંકિતગણનોપગત: અક્બોડા - પ્રમાર્જનાની ગણત્રીમાં શંકા રહેવી. આ દોષોને પણ પ્રતિલેખના કરતાં વર્જવા જોઈએ. હવે પ્રતિલેખના કેવી રીતે કરવી તે બતાવે છે.
પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ દસ વસ્ત્રોની પડિલેહણા કરતાં સૂર્યોદય થાય, તે રીતે પડિલેહણા કરે. પડિલેહણા-પ્રમાર્જના ન્યૂનાધિક ન કરવી. પડિલેહણામાં વસ્ત્ર અને પુરુષ બંને ક્રમ જાળવવા જોઈએ.
વસ્ત્રનો ક્રમ કહેવાઈ ગયો. પુરુષનો ક્રમ આ પ્રમાણે છે - સર્વ પ્રથમ ગુરુની, પછી તપસ્વીની, પછી ગ્લાનની, પછી નવદીક્ષિતની, ત્યારબાદ વૈયાવચ્ચ કરનાર સાધુ બીજા કામમાં રોકાયેલો હોય તો તેની અને પછી પોતાની ક૨વી.
આ વિષયમાં અપવાદો પણ છે. તે ઓનિર્યુક્તિ ગ્રંથમાંથી જાણી લેવા. પહિલેહણ કરતાં પરસ્પર વાર્તાલાપ કરે, દેશ વગેરેની વિકથા કરે, પચ્ચક્ખાણ આપે અને સ્વયં વાચના લે કે બીજાને આપે તો પડિલેહણામાં પ્રમાદી સાધુ છ કાયના જીવોનો વિરાધક થાય.
ઉપયોગપૂર્વક પડિલેહણા કરનાર સાધુ આરાધક થાય છે. પડિલેહણા જ ન ક૨વાર્થી જિનાજ્ઞા ભંગ-અનવસ્થા-છકાયવિરાધના-મિથ્યાત્વ વગેરે દોષો લાગે છે. અવિધિએ કરવાથી પણ તે દોષો લાગે છે, એમ પંચવસ્તુમાં કહ્યું છે. પ્રાત:કાળે ઉપધિની પડિલેહણા બાદ વસતિની પમાર્જના કરવી. સાંજે પહેલાં વસતિની પમાર્જના પછી પડિલેહણા કરવી.
યતિદિનચર્યામાં કહ્યું છે કે વસતિ જીવરહિત હોય તો પણ ચોમાસામાં ત્રણ વા૨ અને શેષકાળમાં બે વાર તેની પ્રમાર્જના કરવી. જીવનો ઉપદ્રવ હોય તો ઘણીવાર પણ કરવી. અને એમ કરવા છતાં ઉપદ્રવ વધુ હોય તો વસતિ બદલવી. વસતિ પ્રમાર્જના ઉપયોગ પૂર્વક ગીતાર્થ સાધુએ કરવી. તે પણ કોમળ દસીવાળા, ચીકાશ મેલ વગેરેથી નહીં ખરડાયેલા અને પ્રમાણોપેત દંડવાળા દંડાસણથી જ, સાવરણીથી નહિં. વસતિની પ્રમાર્જના કરીને એકત્ર થયેલા કાજાને (૨જના પુંજને) જયણા પૂર્વક ઉદ્ધ૨વો. મૃતજીવો હોય તો તેની સંખ્યા ગણવી, છાંયડામાં પઠવવો વગેરે વિધિ જાણવો.
દાંડાઓનું પ્રમાર્જન કર્યા બાદ મૂકવાના સ્થાને ઉ૫૨ નીચે પ્રમાર્જના કરે.