Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૩૯
સ્વાધ્યાય નહિ કરનારો ઉન્માદી થઈ રોગોનો ભોગ બની અંતે ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. તે
જે મુનિઓ સૂત્રાર્થ ભણ્યા હોય અને શિષ્યોને તેનું પ્રદાન કરી જવાબદારીથી મુક્ત થયા હોય તે મુનિઓ અથવા મંદ બુદ્ધિને કારણે જે ભણી શકતા ન હોય તે મુનિઓ કર્મનો ક્ષય કરવા માટે ઉગ્ર કાયોત્સર્ગ, આતાપનાદિ કરે.
આ વિષયમાં બીજી પણ સૂક્ષ્મ-સૂક્ષ્મ વિગતો યતિદિનચર્યા અને પંચવસ્તુ ગ્રંથથી જાણી લેવી. ૯૧/.
હવે બીજી પોરિસીના સમયમાં કરવાના કર્તવ્યો જણાવે છે. मूलम् :- प्रतिलिख्य ततः पात्राण्यर्थस्य श्रवणं गुरोः ।
एवं द्वितीयपौरुष्यां, पूर्णायां चैत्यवंदनम् ।।१२।। ગાથાર્થ : ત્યારબાદ બીજી પોરિસીમાં પાત્રપહિલેહણ કરીને ગુરુમુખે અર્થનું શ્રવણ કરવું અને તે પૂર્ણ થાય ત્યારે ચૈત્યવંદન કરવું.
ટીકાના સંક્ષેપ ભાવાર્થ : પ્રથમ પોરિસી સુધી સ્વાધ્યાય કર્યા પછી (બીજી પોરિસીના પ્રારંભમાં) પાત્રાનું પ્રતિલેખન કરીને ગુરુના (આચાર્યના) મુખેથી સૂત્રની વ્યાખ્યારૂપ અર્થનું શ્રવણ કરવું, તે સાપેક્ષ યતિધર્મ જાણવો. પોરિસીનું પ્રમાણ તો (ગૃહસ્વધર્મના અધિકારમાં) પચ્ચખાણના વર્ણન વખતે કહેવાઈ ગયું છે. આ પોરિસીની પ્રતિલેખનાનો કાળ ઉલ્લંઘી જાય, મોડી ભણાવે તો “એક કલ્યાણક પ્રાયશ્ચિત્ત આવે.
પોરિસીનો સમય થતે ગુરુને ખમાસમણ આપવાપૂર્વક નિવેદન કરે કે “હે ભગવન્ત ! પ્રથમ પોરસી પ્રતિપૂર્ણ થઈ છે ! ત્યારબાદ ઇરિયાવહી પ્રતિક્રમી પોરિસી મુહપત્તિની પડિલેહણા કરે. ત્યારબાદ પાત્રાનું પ્રતિલેખન કરે. (૧) પાત્ર (૨) પાત્રબંધ (ઝોળી), (૩) પાત્રઠવણ (નીચેનો ગુચ્છો), (૪) પાત્ર કેસરિકા = ચરવળી, (૫) પડલા (ગોચરી ફરતાં, પાત્રા ઉપર ઢાંકવા માટેના વસ્ત્રના યથાઋતુ ત્રણ, ચાર કે પાંચ કકડા), (૯) રજસ્ત્રાણ (૨જથી રક્ષણ કરવા પાત્રોને વીટાળવાનું વસ્ત્ર), (૭) ગુચ્છો (ઉપરનો) આ પાત્રનિર્યોગ છે. શેષકાળ ઋતુબદ્ધ કાળમાં આસન ઉપર અને વર્ષાકાળમાં પાટલા ઉપર પાત્રનિર્યોગ રાખવો. (શયન શેષકાળમાં જમીન ઉપર અને વર્ષાકાળમાં પાટ ઉપર કરવું)
પાત્રાદિનું વર્ણન ઉપકરણ અધિકારમાં કહેવાશે. હવે પાત્રાની પ્રતિલેખનાનો વિધિ જણાવે છે.