Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૩૩
ઓશનિયુક્તિરૂપ ઓઘસમાચારીના આ સાત દ્વારો છે. પ્રતિલેખના-પ્રતિલેખક અને પ્રતિલેખે ઉપકરણનું વર્ણન ક્ષેત્રાદિની અપેક્ષાએ ઓઘનિર્યુક્તિમાં વિસ્તારથી કર્યું છે. જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવું.
પંચવસ્તુ ગ્રંથમાં ગાથા-૨૩૦માં સાધુની પ્રતિદિનની ક્રિયા દસ લારોથી કહી છે, (૧) પ્રતિલેખના, (૨) પ્રમાર્જના, (૩) ભિક્ષા લાવવી, (૪) ઇરિયાવહિ કાયોત્સર્ગ, (૫) ગોચરીની આલોચના, (૬) ભોજન કરવું, (૭) પાત્ર ધોવાં, (૮) લઘુ (વડી) નીતિ માટે જવું, (૯) તે માટે સ્થડિલ (શુદ્ધભૂમિ જોવી), (૧૦) આવશ્યક (પ્રતિક્રમણ) કરવું. ગાથામાં આપેલા આદિ શબ્દથી કાલગ્રહણ વગેરે પણ સમજવું. ll૮૯ો .
હવે ઓસામાચારીમાં ઉપકરણની પ્રતિલેખના જે ક્રમે કરવી જોઈએ તે ક્રમ પણ દિનચર્યા તરીકે જણાવવાપૂર્વક કહે છે. मूलम् :- निशान्तयामे जागर्या, गुसेश्चावश्यकक्षणे ।
સત્સ વાર્તાહિ-વત્તિ સ્વાધ્યાયનિકતા સામા ગાથાર્થ સાધુઓએ રાત્રીના છેલ્લા પ્રહરે અને ગુરુએ પ્રતિક્રમણ વખતે જાગવું, કુસ્વપ્ન-દુ:સ્વપ્નનો કાયોત્સર્ગ કરવો, દેવ-ગુરુને નમસ્કાર (ચૈત્યવંદન-ગુરુવંદન) કરવા અને સ્વાધ્યાય (સઝાય)નિષ્ઠ બનવું.
ટીકાનો સંક્ષેપ ભાવાર્થ :- રાત્રીના છેલ્લા પ્રહરે નિદ્રાનો ત્યાગ કરવો વગેરે સાપેક્ષ યતિધર્મ છે, એમ આગળ પણ સર્વત્ર સમજવું.
યતિદિન ચર્ય ગાથા-૩ની સાક્ષીથી જાગવાનો વિધિ આ પ્રમાણે છે “રાત્રીના છેલ્લા પ્રહર (ની શરૂઆત)માં જ બાલ-વૃદ્ધ વગેરે સાધુઓ જાગે અને પ્રથમ સાતઆઠવાર શ્રી નમસ્કાર મહામંત્રને ગણે.”
અહીં આટલું વિશેષ છે કે સર્વ સાધુઓ પહેલા પ્રહરે, વૃષભ (પૌઢ) સાધુઓ પ્રથમના બે પ્રહર સુધી, ત્રીજા પ્રહરે ગુરુ, અને ચોથા પ્રહરે સઘળા જાગે, ત્યારે ગુરુ પુન: શયન કરે (અને પ્રતિક્રમણ વખતે પુન: જાગે). પ્રતિક્રમણનો અવસર, પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ દસ ઉપકરણોનું પડિલેહણ પૂર્ણ થતાં સૂર્યોદય થાય તે રીતે જાણવો.
હવે જાગ્યા પછી, નિદ્રા વેળાએ હિંસાદિ કોઈ પાપાચરણ કરવા રૂપ કુસ્વપ્ન