Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ હવે યતિધર્મના બે પ્રકાર જણાવે છે. मूलम् :- सापेक्षो निरपेक्षश्च यतिधर्मो द्विधा मतः ।
सापेक्षस्तत्र शिक्षायै, गुर्वन्तेवासिताऽन्वहम् ।।८६।। ગાથાર્થ સાપેક્ષ અને નિરપેક્ષ એમ યતિધર્મ બે પ્રકારે કહ્યો છે, તેમાં શિક્ષા માટે હંમેશાં ગુરુ પાસે રહેવું તે સાપેક્ષ યતિધર્મ જાણવો. ટીકાનો સંક્ષેપ ભાવાર્થ :
ગુરુ, ગચ્છ વગેરેની સહાયતાની અપેક્ષાપૂર્વક ગચ્છમાં રહી દીક્ષાનું પાલન કરવું તે સાપેક્ષ યતિધર્મ અને ગચ્છાદિની અપેક્ષા વિના સ્વાશ્રયભાવે દીક્ષાનું પાલન કરવું (કે જે જિનકલ્પિ સાધુઓ કરે છે) તે નિરપેક્ષ યતિધર્મ.
બે યતિધર્મ પૈકી પ્રથમ સાપેક્ષયતિધર્મમાં ગુરુની છાયામાં રહી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા લેવાની હોય છે. ' - પ્રતિદિન ગુરુ પાસે સૂત્ર-અર્થને ભણવું અર્થાત્ અભ્યાસ કરવો તે ગ્રહણશિક્ષા અને પ્રતિદિન સંયમની ક્રિયાઓનો અભ્યાસ કરવો તે આસેવન શિક્ષા. આ બંને શિક્ષા માટે (નહિ કે ઉદરપૂર્તિ-આજીવિકા માટે) ગુરુનું અંતેવાસપણું સ્વીકારવું તે સાપેક્ષ યતિધર્મ કહેવાય છે. અને આ ગુરુકુલવાસની સેવા જીવન પર્યન્ત કરવાની છે. આખા દિવસની તમામ ક્રિયાઓ ગુરુની આજ્ઞાપૂર્વક કરવી તે પણ ગુરુઅંતેવાસીપણું છે.
સુયગડાંગ, વિશેષાવશ્યક ભાષ્ય, ઉપદેશપદ આદિમાં ગુરુકુલવાસનું ખૂબ મહત્ત્વ સમજાવેલ છે. ગુરુકુલવાસમાં રહેનાર જ સમ્યગુજ્ઞાનનું ભાજન બને છે અને દર્શન તથા ચારિત્રમાં દઢ-અતિદઢ બને છે. માટે ધન્યપુરુષો જીવનના અંત સુધી ગુરુકુલવાસને મૂકતા નથી.
અને આ જ હેતુથી શ્રી સુધર્માસ્વામીજીએ શ્રીજંબુસ્વામીને ઉદ્દેશીને કહેલાં સુમં ને ગોડસે તેનું પવિયા વવાય” (આચારાંગ સૂત્ર) અર્થાત્ હે આયુષ્યમાનું જમ્મુ ! (અથવા આયુષ્યમાન એટલે જીવતા એવા) ભગવાન શ્રી મહાવીર પ્રભુએ આ પ્રમાણે કહેલું મેં સાંભળ્યું છે - અર્થાત્ હે જમ્મુ ! ભગવાનના ચરણોની સેવા કરતાં કરતાં મેં સાંભળેલું છે” વગેરે વચનો દ્વારા ગુરુકુલવાસ સકલસદાચારનું મૂળ છે એમ જાણવું.