Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
ઉપધાન વિના શ્રાવકને, તથા યોગોહન વિના સાધુને પોતપોતાને ઉચિત પણ સૂત્ર ભણવું અધર્મ છે.
સ્થાનાંગ સૂત્રમાં ત્રીજા સ્થાનમાં ૩ સ્થાનોમાં યોગ્ય સાધુ ચતુર્ગતિરૂપ સંસાર અટવીને પાર કરી શકે છે. (૧) અનિયાણાથી (૨) સમ્યગુદર્શનની પ્રાપ્તિથી (૩) યોગોહન કરવાથી.
સ્થાનાંગ સૂત્રના દશમા સ્થાનમાં જણાવ્યું છે કે દશસ્થાનો વડે કરીને જીવો ભવિષ્યમાં કલ્યાણકારક કર્મ બાંધે છે (૧) અનિયાણાથી (૨) સમ્યક્ત પ્રાપ્તિથી (૩) યોગોહન કરવાથી (૪) (પ્રતિકૂળનિમિત્તોને) ક્ષમાપૂર્વક સહન કરવાથી (૫) ઇન્દ્રિયજયથી (૯) અમાયાવીપણાથી (૭) અપાર્થસ્થાપણાથી (૮) સુસાધુપણાથી (૯) શાસનના વાત્સલ્યથી (૧૦) શાસનની પ્રભાવના કરવાથી.
ઉત્તરાધ્યયનસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર વગેરે શાસ્ત્રોમાં પણ યોગોહનની આવશ્યકતા સમજાવી છે.
આચારાંગ વગેરે સૂત્રોને ભણવા માટેની યોગ્યતા ત્રણ વર્ષ વગેરે દીક્ષા પર્યાય અને સૂત્રનો ક્રમ પણ શાસ્ત્રમાં જણાવેલ છે. પંચવસ્તુ ગ્રંથમાં કહ્યું છે કે
ત્રણ વર્ષના પર્યાયવાળાને આચારાંગનું અધ્યયન, ચાર વર્ષના પર્યાયવાળાને સૂત્રકૃતાંગ (સૂયગડાંગ), પાંચ વર્ષના દીક્ષિતને દશા-કલ્પ-વ્યવહાર, આઠ વર્ષના પર્યાયવાળાને સ્થાનાંગ અને સમવાયાંગ, દશવર્ષવાળાને ભગવતીસૂત્ર (વિવાહ પ્રજ્ઞપ્તિ), અગીયાર વર્ષવાળાને “શુલ્લિકાવિમાન પ્રવિભક્તિ' વગેરે પાંચ અધ્યયનો, બાર વર્ષવાળાને અરૂણોપપાત વગેરે પાંચ, તેર વર્ષ પછી “ઉત્થાનકૃત” આદિ ચાર, ચૌદવર્ષવાળાને આશીવિષભાવના, પંદર વર્ષવાળાને દૃષ્ટિવિષભાવના, સોળ વર્ષે ચારણભાવના, સત્તર વર્ષે મહાસ્વપ્નભાવના, અઢારવર્ષે તૈજસનિસર્ગ, ઓગણીસવર્ષે બારમું “દૃષ્ટિવાદ અંગ, સંપૂર્ણ વિશવર્ષ પછી સર્વ સૂત્રોને આપવાં, એમ શ્રીજિનેશ્વરોએ કહ્યું છે. આવશ્યક સૂત્ર વગેરેનો પઠનકાળ તો તેના યોગોહન સાથે દીક્ષા પછી તરત જ સમજવો.
દીક્ષાને યોગ્ય હોય તેની સૂત્ર ભણવાની યોગ્યતા હોય જ, છતાં મૂળ ગાથામાં પુન: “યોગ્યને” આવું વિશેષણ કહ્યું તે. “સૂત્ર ભણવામાં યોગ્યતાની પ્રધાનતા નિર્વિવાદ છે” એમ જણાવવા અથવા સામાન્ય રીતે “અધિકતર ગુણવાનું સાધુને સૂત્રો ભણાવવાં' એમ જણાવવાં. અથવા “દીક્ષા સમયે યોગ્યતા જોવા છતાં ઠગાયેલા ગુરુને પાછળથી સહવાસને યોગે સાધુની અયોગ્યતા જણાય તો તેને સૂત્ર કે અર્થ ન ભણાવવા” એમ જણાવવા માટે સમજવું.