Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૨૮
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ શાસ્ત્રમાં ગુરુ (આચાર્ય)ના ચાર નિક્ષેપ છે અર્થાત્ ગુરુ ચાર પ્રકારના છે નામગુરુ, સ્થાપના ગુરુ, દ્રવ્યગુરુ અને ભાવગુરુ.
અહીં ભાવગુરુની સેવા કરવારૂપ ગુરુકુલવાસની જ વાત છે.
શુદ્ધ ભાવગુરુનું નામ, સ્થાપના અને દ્રવ્ય આ ત્રણેય પણ પાપને હરનાર છે. કારણ કે ભાવગુરુના નામસ્મરણથી, ભાવગુરુની પ્રતિમા (ગુરુમૂર્તિ)ના દર્શનથી તથા ભાવગુરુની પૂર્વાપરાવસ્થામાં રહેલા દ્રવ્યગુરુના દર્શનથી અથવા સ્મરણથી શુભભાવ પ્રગટે છે. ભાવગુરુના નામ-ગોત્રનું શ્રવણ પણ મહાફળદાયી છે.
નામથી જે ગુરુ હોય પણ જેમાં ભાવગુરુપણું ન હોય તેવા ગુરુનું નામ લેવાથી પણ પ્રાયશ્ચિત આવે છે. એમ મહાનિશીથમાં કહ્યું છે. માટે ભાવગુરુની જ ઉપાસનારૂપ ગુરુકુલવાસને મુખ્ય યતિધર્મ સમજવો.
ગુરુ પાસે રહેવાનું પ્રયોજન “શિક્ષા ગ્રહણ” કહ્યું, તેથી હવે બે પ્રકારની શિક્ષાને જણાવવાની ઇચ્છાથી ગ્રંથકારશ્રી સૂત્રદાનનો વિધિ જણાવવા દ્વારા પ્રથમ ગ્રહણશિક્ષાનું પ્રતિપાદન કરે છે. ૮કો
मूलम् - विशुद्धमुपधानेन, प्राप्तं कालक्रमेण च ।
યોગા ગુરુ સૂત્ર, સગાં મહાત્મના પાઠક ગાથાર્થ જે જે સૂત્રને ભણવા માટે આયંબિલ વગેરે જે જે તપ કરવાનો કહ્યો છે તે તે તપ કરવાથી શુદ્ધ અને શાસ્ત્રોક્ત દીક્ષાપર્યાયના યોગે જે જે સૂત્રને ભણવામાં અધિકારી બનેલો હોય તે યોગ્ય શિષ્યને મહાત્માગુરુએ તે તે સૂત્ર સમ્ય રીતે આપવું.
ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : આયંબિલ વગેરે તપ કરવાથી ભણનાર શિષ્યમાં તથાવિધ યોગ્યતા પ્રગટ થવાથી તે તે સૂત્રનું પઠન તેને માટે નિર્દોષ બને છે અને તેટલો દીક્ષા પર્યાય થતાં તે તે સૂત્ર ભણવું તેને માટે ઉચિત બને છે. ઉત્ક્રમથી ભણાવવામાં સૂત્રનું ઔચિત્ય હણાય છે. અહીં “સૂત્ર' એટલે કામશાસ્ત્રાદિ પાપસૂત્રો નહીં પણ આત્મહિતકર આવશ્યકાદિ સૂત્રો સમજવાં. સૂત્ર આપનાર ગુરુ પણ ‘મહાત્મા’ એટલે જેનો આચાર અખંડ-અસ્મલિત હોય તેવા ગુરુ, વિનીત, આત્માર્થી શિષ્ય અને યોગ્ય શિષ્ય' એટલે તેવા શિષ્યને જિનાજ્ઞાને અનુસરીને સૂત્ર આપવું તે સાપેક્ષ યતિધર્મ જાણવો.