Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૩૦
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
- આ જ વાત પંચવસ્તુમાં પણ જણાવી છે. વળી ત્યાં કહ્યું છે કે... “અયોગ્યને દીક્ષા (વેષ) આપવાથી, વેષ આપેલ અયોગ્યને મુંડવાથી, મુંડેલા અયોગ્યને શિક્ષણ આપવાથી, અયોગ્યશિક્ષિતને મહાવ્રતો ઉચ્ચરાવવાથી, અયોગ્યમહાવ્રતીને સાથે ભોજન કરાવવાથી અને સાથે ભોજન કરાવ્યા પછી પણ અયોગ્ય જણાય તો સાથે રાખવાથી, ચારિત્રમાં સ્થિત પણ ગુરુ પોતાના ચારિત્રનો ઘાત કરે છે.” \\૮૭થી હવે બીજી આસેવનાશિક્ષાનું (ક્રિયાનું) વિધાન કરવાપૂર્વક તેનો વિધિ જણાવે છે. मूलम् :- औधिकी दशधाख्या च, तथा पदविभागयुक् ।
सामाचारी त्रिधेत्युक्ता, तस्याः सम्यक् प्रपालनम् ।।८८।। ગાથાર્થ: (૧) ઔધિકી (૨) દશધા, (૩) પદવિભાગયુફ, એમ સમાચારી ત્રણ પ્રકારે કહી છે, તેનું સભ્યપાલન કરવું તે સાપેક્ષયતિધર્મ છે.
ટીકાનો સંક્ષેપ ભાવાર્થ શિષ્ટ પુરુષોએ આચરેલો ક્રિયાકલાપ તે સામાચારી. વ્યુત્પત્તિ અર્થથી “સમ્યગુ આચારોનું પાલન” આવો “સામાચારીનો અર્થ થાય.
સામાચારીના ત્રણ પ્રકારનું સ્વરૂપ આ પ્રમાણે છે. - (૧) ઓઘ સામાચારી: ઓઘનિયુક્તિ ગ્રન્થમાં નિર્દિષ્ટ સાધુકિયા તે ઓઘ સામાચારી. (૨) દશધા: ઇચ્છકાર-મિચ્છાકાર આદિ દશ પ્રકારવાળી સામાચારી તે દશધા સામાચારી (૩) પદ વિભાગ : પદો એટલે ઉત્સર્ગ અને અપવાદ જણાવનારાં વચનો, તેનો વિભાગ એટલે વિવેક, અર્થાત્ ઉત્સર્ગ-અપવાદનું હતું, તત્ સ્થાને નિયોજન. જે છેદ સૂત્રોમાં કહ્યું છે તે પદવિભાગ સામાચારી. આ ત્રણે ૯. ન્યાયાચાર્ય પૂ. મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજા આ સામાચારીના ભિન્ન-ભિન્ન નયોની
અપેક્ષાએ વિભાગ કરતાં સાત પ્રકારો બતાવે છે. (૧) સંગ્રહનયના મતે આત્મા એ જ સામાચારી, અનાત્મા નહિ, કારણ કે સકલ સામાચારીરૂપ વિશેષણથી વિશિષ્ટ આત્માને તે નય, સમાચારી માને છે. (૨) વ્યવહારનયના મતે સામાચારીનું આચરણ કરતા આત્માને સામાચારી કહી છે. આચરણ કરતો ન હોય તેને નહિ. (૩) ઋજુસૂત્રનયના અભિપ્રાય આચરણ કરતો પણ તેમાં ઉપયોગવાળો આત્મા તે સમાચારી, નહિ કે ઉપયોગ રહિત, કારણ કે - વ્યવહાર પુરતું સમ્યગુ આચરણ કરનાર માત્ર દ્રવ્યવેષધારી અજ્ઞ આત્મામાં પણ સમાચારી માનવી તે તેના મતે અસત્ય છે, તે નય કે તો જાણવા યોગ્ય અને પચ્ચખાણ કરવા યોગ્ય છે તે ભાવોનું જેને જ્ઞાન હોય તેવા જ્ઞાનવંતને જ ઉપયોગવાળો માને છે.