Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૧૨
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
स्वगुर्वनुज्ञातगुरुपदश्चेति" जिनैर्मतः । પાવાÁમુળદ્દીનો ચ, યોગ્યો તો મધ્યમાવો।।૮રૂ।।
ગાથાર્થ : પૂર્વે કહ્યા તે ગુણોથી યુક્ત એવા જેણે (૧) વિધિપૂર્વક દીક્ષા લીધી હોય, (૨) ગુરુના ચરણોની સેવા કરી હોય, (૩) જેના વ્રતો અખંડિત હોય, (૪) વિધિપૂર્વક જેણે નિત્ય સિદ્ધાન્તનો અભ્યાસ કર્યો હોય, અને તેથી (૫) અતિ નિર્મળ બોધના યોગે તત્ત્વવેત્તા હોય, (૬) વિકારો શાંત થયા હોય, (૭) ચતુર્વિધ સંઘ પ્રત્યે વાત્સલ્યભાવ હોય, (૮) સર્વ જીવોનો હિતચિંતક હોય, (૯) આદેયવચનવાળો હોય, (૧૦) ભિન્ન-ભિન્ન પ્રકૃતિવાળા જીવોને પણ પ્રકૃતિ અનુસાર આરાધના કરાવવામાં સમર્થ હોય, (૧૧) ગંભીર હોય, (૧૨) ઉપસર્ગાદિના પ્રસંગે પણ ખેદ રહિત હોય, (૧૩) આશ્રિતોના કષાયોને શાંત કરવાની લબ્ધિવાળો હોય, (૧૪) સૂત્ર-અર્થનો વ્યાખ્યાતા હોય, (૧૫) સ્વગુરુ દ્વારા ગુરુપદની અનુજ્ઞા મળી હોય, તેને શ્રી જિનેશ્વર ભગવંતો વડે યોગ્ય ગુરુ કહેવાયો છે.
ઉપરોક્ત ગુણોમાંથી ચતુર્થાંશ ઓછા ગુણવાળા ગુરુ મધ્યમ અને અડધા ઓછા ગુણવાળા ગુરુ જઘન્ય જાણવા.
ટીકાનો ભાવાર્થ : દીક્ષા માટેની યોગ્યતારૂપ ગુણોથી યુક્ત બની જેણે દીક્ષા લીધી હોય, તે નીચેના ગુણોથી યુક્ત હોય તો ગુરુ બનવા લાયક છે. કારણ કે પોતાનામાં ગુણનો અભાવ હોય તો પોતાની પાસે દીક્ષા લેનારને ગુણોનું ભાજન કેવી રીતે બનાવી શકે ?
(૧) વિધિપૂર્વક દીક્ષિત હોય : આગળ ઉપર કહીશું તે વિધિપૂર્વક જેણે દીક્ષા ગ્રહણ કરી હોય.
(૨) ગુરુનો ઉપાસક : ગુરુકુલવાસમાં રહી ગુર્વાદિક સાધુઓની યથાયોગ્ય સેવા જેણે કરી હોય.
(૩) અખંડિત વ્રત : દીક્ષાના પ્રારંભથી જેણે ચારિત્ર વિરાધ્યું ન હોય.
(૪) વિધિથી આગમ ભણેલો : શાસ્ત્રનિર્દિષ્ટ યોગોહન ક૨વા પૂર્વક જેણે આગમ-સૂત્રોનો અભ્યાસ કર્યો હોય. તાત્પર્ય એ છે કે સૂત્ર-અર્થ અને સૂત્રાર્થના જ્ઞાનપૂર્વક ક્રિયા કરનારા (જ્ઞાન-ક્રિયા ગુણના ભાજન) ગુરુનો વિનય કરતાં કરતાં શ્રી જિનાગમોનું રહસ્ય જેણે મેળવ્યું હોય.