Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
(૧૧) ગંભીર : રોષ-તોષ વિગેરે થવા જેવા પ્રસંગે પણ જેનો રોષ-તોષ બહાર દેખાય નહિ તે ગંભીર . શિષ્યોના દોષોને પચાવી જાણે, બહાર ક્યારે પણ પ્રગટ ન કરે.
૧૪
(૧૨) અવિષાદી : ઉપસર્ગો-પરિષહો વગેરેથી પરાભવ થવા છતાં છ કાયના જીવોની રક્ષા વગેરે સંયમપાલનમાં દીનતા ન અનુભવે.
(૧૩) ઉપશમ આદિ લબ્ધિવાળો : આશ્રિતોના ક્રોધને સમજાવીને શાંત કરવાના સામર્થ્યવાળો હોય. આદિ શબ્દથી વસ્ત્ર-પાત્રાદિ સંયમમાં ઉપકારક વસ્તુઓ મેળવવાની શક્તિવાળો. તથા જેને વ્રત નિયમાદિ આપે તે આત્મા તેના પાલનમાં સ્થિર સશક્ત બને તેવી સ્થિરહસ્તલબ્ધિ વગેરે લબ્ધિઓવાળો હોય.
(૧૪) સૂત્રાર્થનો પ્રરૂપક : આગમના અર્થોને યથાવસ્થિત રૂપમાં સમજાવનાર - પ્રરૂપણા કરનાર હોય.
(૧૫) સ્વગુરુએ ગુરુપદે સ્થાપેલો : અહીં શ્રી ધર્મબિંદુની ટીકા અનુસાર સ્વગુરુ એટલે ગચ્છનાયક, અને પંચવસ્તુની ટ્રીકાં પ્રમાણે સ્વગુરુ એટલે ગચ્છનાયક અથવા ગચ્છનાયકના અભાવમાં દિગાચાર્ય વગેરે સમજવા. તેઓએ જેને ગુરુપદે સ્થાપન કર્યો હોય, તેવો ગુરુ બનવા લાયક છે.
પંચવસ્તુ ગ્રંથમાં કહ્યું છે કે... ગુરુએ પણ “મારા શિષ્યો વધશે કે દીક્ષા આપવાથી આહાર-પાણી વગેરે લાવવાનું કામ કરશે' વગેરે આ લોકનાં કાર્યોની અપેક્ષા છોડી, માત્ર ઉપકાર બુદ્ધિથી અને સ્વકર્મોની નિર્જરા માટે યોગ્યને સમ્યગ્ વિધિપૂર્વક દીક્ષા આપવી.
દીક્ષા લેનારના ૧૬ અને આપનાર ગુરુના ૧૫ ગુણો ઉત્સર્ગ માર્ગે જાણવા. અપવાદ માર્ગે તો એક-બે આદિ ગુણો ઓછા હોવા છતાં જેઓમાં ઘણા ગુણો હોય તે (ગુરુ કે શિષ્ય) યોગ્ય સમજવા.
જેમ દેશવિરતિધર શ્રાવકને દીક્ષા આપે છે. તેમ ઉપરોક્ત બતાવેલા ગુણોમાંથી કેટલાક ગુણવાળા સરળ પરિણામી પ્રથમગુણસ્થાનવર્તી જીવોને પણ તેમનામાં સંયમનો નિર્વાહ કરવાની (અર્થાત્ લીધેલા વ્રતોને પાળવાની મક્કમતારૂપ) યોગ્યતા જોઈને ગીતાર્થો દીક્ષા આપે છે. આ રીતે આપેલી દીક્ષા પણ ઉત્તરોત્તર .પછીના વિશેષગુણો પ્રગટાવવામાં કારણ બને છે અને અવ્યુત્પન્નદશામાં (મિથ્યાત્વ અવસ્થામાં કે જેમાં વિશેષ સમજણનો અભાવ હોય છે તે અવસ્થામાં) પણ જીવના માત્ર સમ્યક્ ક્રિયાના રાગથી પણ તે ધર્મના હેતુ તરીકે સફળ થાય છે.