Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
સૂત્રાર્થના જ્ઞાતા અને મૂલ-ઉત્તરગુણની આરાધનામાં દક્ષ ગુરુની સેવા કરતાં ગ્રહણ કરેલ સૂત્રાર્થનું જ્ઞાન ક્યારે પણ વિપરીત ભાવને પામતું નથી.
(૫) અતિ નિર્મળ બોધવાળો : ગુરુની સેવા કરતાં કરતાં ભણેલા હોવાના કારણે બોધ અત્યંત નિર્મળ બનેલો હોય અર્થાત્ યથાવસ્થિત જીવાદિ તત્ત્વોનો જાણકાર હોય. (ક) ઉપશાંત : મન-વચન-કાયાના વિકારોથી મુક્ત હોય. (૭) સકલસંઘ પ્રત્યે વાત્સલ્યભાવ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એ ચાર વર્ણરૂપ શ્રીશ્રમણ સંઘ પ્રત્યે યથાયોગ્ય વાત્સલ્ય ધરાવનારો..
(૮) સર્વજીવોનો હિતેચ્છુ સ્વભાવથી જ સર્વ જીવોનું હિત થાય તેવા પ્રકારના ચિંતન, વિચાર અને ઉપાયો કરવામાં ઉદ્યમી હોય.
(૯) આદેય વચનવાળોઃ બીજા સ્વીકારી લે-માન્ય કરે તેવા માનનીય વચનવાળો હોય. આમેય નામકર્મના ઉદયથી આ ગુણ પ્રાપ્ત થાય છે.
(૧૦) અનુવર્તક : ભિન્ન-ભિન્ન સ્વભાવવાળા જીવોને પણ સવિશેષ ગુણવાન બનાવવાની બુદ્ધિથી તેમના સ્વભાવને અનુસરનારો હોય.
પંચવસ્તુ ગ્રંથમાં પૂ. શ્રી હરિભદ્રસૂરિજી એ કહ્યું છે કે અનાદિકાલીન અભ્યસ્ત પ્રમાદ એકાએક ચાલી જતો નથી. માટે શિષ્યની ભૂલોને શાસ્ત્રોક્ત વિધિથી દૂર કરવી જોઈએ. શિક્ષિત ઘોડાને શિક્ષા આપવાની હોતી નથી. અશિક્ષિતને જ શિક્ષા આપવાની હોય છે.
શાંત ચિત્તે ગુરુ શાસ્ત્રના રહસ્યોને શિષ્યને સમજાવે તો શિષ્ય ચોક્કસ સરળશાંત બની આરાધક બની શકે છે. જે ગુરુ શિષ્યને દીક્ષા આપી શાસ્ત્રોક્ત વચનાનુસાર પાલન કરતા નથી અને શાસ્ત્રના રહસ્યોને સમજાવતા નથી તે ગુરુને શાસનના શત્રુ કહ્યા છે.
૬. વિધિપૂર્નવ દીક્ષા, ગુરુની ઉપાસના, અખંડવ્રતારાધન, વિધિપૂર્વક અભ્યાસ વગેરે ગુણોના કારણે
મોહનીય કર્મ મંદ પડવાથી આગ્રહ-રાગ-દ્વેષની મંદતા થાય છે. તેના યોગે બોધ નિર્મળ બને છે અને ગુરુપદની લાયકાત પ્રગટે છે. બોધનું કાર્ય જાણેલા હેયોપાદેયમાં હેયની નિવૃત્તિ અને ઉપાદેયની પ્રવૃત્તિની અભિલાષા જગાડવાનું છે. તેના યોગે હેયની નિવૃત્તિ થાય છે. ચારિત્ર નિર્મળ બને છે અને ચારિત્રની નિર્મળતાની છાયા આશ્રિતોના જીવનમાં પણ પડે છે. જેના કારણે આશ્રિતોનું જીવન પણ ચારિત્ર સંપન્ન બને છે. તે જ ગુરુપદની લાયકાતનું સૂચક છે.