Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
(૫) ઇર્ષ્યાલુ ઃ સ્ત્રીને ભોગવતાં કોઈ પુરુષને જોઈને જેને અતીવ ઇર્ષ્યા થાય તે. (૭) શકુની : વેદની અતિ ઉત્કટતાથી ચકલાની જેમ વારંવાર સ્ત્રી સેવવામાં જે આસક્ત હોય તે.
૧૦
(૭) તત્કર્મ સેવી : મૈથુનથી વીર્યપાત થવા છતાં કૂતરાની જેમ ‘જીહ્વાથી ચાટવું' વગેરે નિંદ્ય આચરણમાં સુખ અનુભવે તે.
(૮) પાક્ષિકાપાક્ષિક : જેને શુક્લ પક્ષમાં અતીવ અને કૃષ્ણપક્ષમાં સ્વલ્પ કામવાસના જાગે તે.
(૯) સૌગંધિક : સુગંધ માનીને સ્વલિંગને સુંઘે તે
(૧૦) આસક્ત : મૈથુનથી વીર્યપાત થયા પછી પણ જે સ્ત્રીને આલિંગન દઈને પડ્યો રહે તે.
આ દસે પ્રકારના પંડકાદિ નપુંસકો દીક્ષા માટે અયોગ્ય છે.
અહીં કોઈને શંકા થાય કે દીક્ષા માટે જે પુરુષ અયોગ્ય છે, તેમાં નપુંસકનું ગ્રહણ કરેલ જ છે. તો પુન: દીક્ષા માટે અયોગ્ય નપુંસકો શા માટે બતાવ્યા ?
આનું સમાધાન એ છે કે અયોગ્ય પુરુષોના વર્ણનમાં જે નપુંસકનું ગ્રહણ કર્યું છે તે પુરુષાકૃતિવાળા જાણવા અને અયોગ્ય નપુંસકના વર્ણનમાં નપુંસક તરીકે નપુંસક આકૃતિવાળા ગ્રહણ કરવા. આમ જ સ્ત્રીઓમાં પણ સ્ત્રી આકૃતિવાળી છતાં નપુંસુક અયોગ્ય સમજવી.
શંકા : શાસ્ત્રોમાં તો નપુંસકના સોળ પ્રકારો જોવા મળે છે, તમે તો અહીં માત્ર દસ જ બતાવો છો ? તો શાસ્ત્રો સાથે વિરોધ નહીં આવે ?
સમાધાન : ઉપર જણાવેલા દસ દીક્ષા માટે અયોગ્ય છે. જ્યારે શાસ્ત્રનિર્દિષ્ટ બાકીના છ દીક્ષા માટે યોગ્ય હોવાથી દસનું ગ્રહણ કરેલ છે.
(૧) (ભવિષ્યમાં રાજાના અંત:પુરની ચોકી માટે કંચુકીપણાની નોકરી મળે વગેરે ઉદ્દેશથી) બાળપણમાં જ અંડકોષ ગાળી નાખ્યો હોય તેવા વર્દિતક.
(૨) જન્મ વખતે જ જેનો અંડકોષ અંગુઠા-આંગળીઓ વડે મસળીને ગાળી નાખ્યો હોય તે ચિપ્પિટ.
(૩) કોઈ સ્ત્રી કે પુરુષને મંત્રના બળે સ્ત્રી કે પુરુષવેદ નાશ થઈ નંપુસક વેદ પ્રાપ્ત થયો હોય તે