Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
(૬) વ્યાધિત : મોટા રોગથી પીડાતો વ્યક્તિ દીક્ષા માટે અયોગ્ય છે, કારણ કે ચિકિત્સામાં છ કાયની વિરાધના આદિ દોષો છે.
८
(૭) ચોર : ચોરી કરવાના સ્વભાવવાળો ગચ્છને અનેક રીતે અનર્થ ભૂત હોવાથી અયોગ્ય છે.
(૮) રાજાપકારી : રાજ્યનું ધન વગેરેનો દ્રોહ કરનાર, તેવાની દીક્ષાથી રાજા કોપાયમાન થઈ સાધુઓને ઉપદ્રવ કરે.
(૯) ઉન્મત્ત : યક્ષ વ્યંતર આદિ દુષ્ટ દેવોથી કે અતિપ્રબળ મોહના ઉદયથી ૫૨વશ થયો હોય તે ઉન્મત્ત કહેવાય. તેને યક્ષાદિના ઉપદ્રવનો તથા સ્વાધ્યાયાદિની હાનિનો સંભવ હોવાથી અયોગ્ય છે.
મ
(૧૦) દૃષ્ટિ વિનાનો : નેત્રથી (દ્રવ્ય) અંધ અને સ્ત્યાનદ્ધિની નિદ્રાવાળો મિથ્યાદ્દષ્ટિ (ભાવથી) અંધ ને દીક્ષા આપવાથી અનર્થનો સંભવ હોવાથી, અયોગ્ય છે. (દિવસે ચિંતવેલું કાર્ય રાત્રે ઊંઘતા જ કરી નાખે તે સ્થાનર્દ્રિ (થિણદ્ધિ) નિદ્રાના ઉદયવાળો સમજવો.) આ નિદ્રાના ઉદયવાળાને વજ્રઋષભનારાચ (પ્રથમ) સંઘયણ હોય તો વાસુદેવના બળથી અડધું અને સેવાર્દ સંઘયણ હોય તો બે થી ત્રણ (કે અન્ય મતે સાતથી આઠ) ગણું બળ થાય છે.
(૧૧) દાસ : કોઈના ઘ૨ની દાસીનો પુત્ર કે ધન વગેરેથી ખરીદેલો હોય તે દાસ કહેવાય. તેને દીક્ષા આપવાથી માલિક તરફથી ઉપદ્રવનો સંભવ હોવાથી અયોગ્ય છે.
(૧૨) દુષ્ટ : ઉત્કટ કષાયવાળો તે કષાયદુષ્ટ અને પરસ્ત્રીમાં અત્યંત આસક્ત તે વિષયદુષ્ટ દીક્ષા માટે અયોગ્ય છે.
(૧૩) મૂઢ : સ્નેહરાગ કે અજ્ઞાનાદિના કારણે વસ્તુના યથાર્થ સ્વરૂપને નહીં જાણતો મૂઢ પણ દીક્ષા માટે અયોગ્ય છે. કારણકે દીક્ષાની મૂળ યોગ્યતા સ્વરૂપ જ્ઞાન અને વિવેક તેનામાં નથી.
(૧૪) દેવાદાર : જેને માથે બીજાનું દેવું હોય, તેને પણ દીક્ષા આપવાથી લેણદાર તરફથી પરાભવનો સંભવ હોવાથી અયોગ્ય છે.
(૧૫) જુંગિત : ચડાલ આદિ જાતિજુંગિત, કસાઈ-શિકારનો નિંદિત ધંધો કરનાર કર્મજંગતિ, પાંગળા-કુબડા-વામણા-કાનવિનાના વગેરે શરીરજંગતિ, આ ત્રણે દીક્ષા માટે અયોગ્ય છે. કારણકે લોકમાં શાસનની-સાધુતાની હલકાઈ થવાનો સંભવ છે.