Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
(૧૧) રાજાદિને સંમત : રાજા-મંત્રી વગેરેને સંમત હોય. નહીંતર રાજાદિ તરફથી ઉપદ્રવનો સંભવ રહે. સંઘનાં કાર્યો, ધર્મસામગ્રીની પ્રાપ્તિ અને રક્ષા, અન્ય તીર્થિઓથી રક્ષણ કરવા માટે રાજ્યની સહાયની જરૂ૨ ૨હે છે, જે રાજવિરોધીને ન મળી શકે.
ઙ
(૧૨) અદ્રોહી : કોઈને પણ ઠગનારો ન હોય, દ્રોહી અવિશ્વસ્ય બને છે. મલિન પરિણામના કારણે આરાધકને બદલે વિરાધક થાય છે.
(૧૩) સુંદર શરીરવાળો : પાંચ ઇન્દ્રિયોથી પરિપૂર્ણ શરીરવાળો હોય. પરિપૂર્ણ શરીરવાળો આવી પડેલા પરિષહોને સહવાને માટે તથા સંયમસાધક વિનયાદિનું યથાવસ્થિત પાલન કરવા સમર્થ બને છે.
(૧૪) શ્રદ્ધાળુઇશ્રદ્ધાવાળો : શ્રદ્ધા વિનાનાને અંગા૨મર્દકાચાર્યની જેમ તજવો જોઈએ. શ્રદ્ધા વિનાનો જીવ ગુણ-દોષ, લાભ-હાનિના વિવેક વિના જિનાજ્ઞામાં શંકા-કુશંકા કરી, પાપનો ભાગી બની જ્ઞાન-ક્રિયાને નિષ્ફળ બનાવી, દુર્ગતિમાં
જાય છે.
(૧૫) સ્થિર : સ્વૈર્ય ગુણવાળો જ દીક્ષા માટે યોગ્ય છે. કારણ કે જે સ્થિર ન હોય, તે વચ્ચેથી જ તપ-અભિગ્રહ વગેરેને પૂર્ણ કર્યા વિના છોડી દે છે.
(૧૭) સમર્પિત ભાવથી આવેલો હોય : સર્વ પ્રકારે આત્મસમર્પણભાવથી દીક્ષા માટે ઉપસ્થિત થયેલો દીક્ષા માટે યોગ્ય છે, કારણ કે ઉપર કહેલા સઘળાયે ગુણો હોવા છતાં ‘ગુરુસમર્પણભાવ' ન હોય તો દીક્ષા સફળ બનતી નથી.
ન
અવસર પ્રાપ્ત દીક્ષાની યોગ્યતારૂપ ગુણોને કહીને દીક્ષાની અયોગ્યતારૂપ દોષોને ગ્રંથકારશ્રી કહે છે.
દીક્ષાની અયોગ્યતારૂપ દોષો પુરુષના ૧૮, સ્ત્રીના ૨૦ તથા નપુંસકના ૧૦, એમ ૪૮ છે.
પ્રવચન સારોદ્વાર ગ્રંથાનુસાર પુરુષના દીક્ષાની અયોગ્યતા રૂપ ૧૮ દોષો નીચે પ્રમાણે છે.
(૧) બાલ :- આઠ વર્ષથી ઓછી ઉંમરવાળો (દીક્ષાના વિષયમાં) બાલ કહેવાય છે. તે દીક્ષા માટે અયોગ્ય છે. કારણ કે તથાવિધ જીવસ્વભાવના કારણે દેશવિરતિ કે સર્વવિરતિના પરિણામનો તેમાં અભાવ હોય છે. શ્રી નીશિથ ચૂર્ણિ અનુસાર વિકલ્પે ગર્ભથી આઠમા વર્ષવાળો પણ દીક્ષાને યોગ્ય છે.