Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
રહેલી જીવની બેહાલી જોઈને સ્વાભાવિક જેને સંસારની નિર્ગુણતા (અસારતા)નું જ્ઞાન થયું છે તે દીક્ષા માટે યોગ્ય છે.
જેના ચિત્તમાં સંસારની અસારતા સમજાઈ ન હોય, તેની વિષયતૃષ્ણા શાંત થતી નથી.
() સંસાર પ્રત્યે વૈરાગ્યવાળો :- સંસારની નિર્ગુણતા સમજાવાથી જેને સંસાર પ્રત્યે કંટાળો અર્થાત્ વૈરાગ્ય પ્રાપ્ત થયો હોય તે દીક્ષા માટે યોગ્ય છે. નહીંતર (સંસારની “નિર્ગુણતાના જ્ઞાન વિના દીક્ષા લેવામાં આવે તો) દીક્ષાની કષ્ટકારિતા પુન: સંસારસુખ તરફ આદર પેદા કરાવનારી બની શકે છે.
(૭) અલ્પકષાયી :- અલ્પકષાયવાળો નિચ્ચે પોતાના અને બીજાના ક્રોધના અનુબંધ-પરંપરાને અટકાવીને યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે - કરાવી શકે છે.
(કષાયો કર્મબંધમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ચારિત્ર માટે પ્રાણભૂત સમતા, કષાયોનો ઉદય મંદ થયા વિના પ્રગટતી નથી.)
(૮) અલ્પહાસ્યાદિવિકારવાનું હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગછા તથા વેદનો વિકાર જેનો પાતળો પડ્યો હોય તે દીક્ષા માટે યોગ્ય છે. બહુ હાસ્યાદિ અનર્થદંડરૂપ છે. ગૃહસ્થોને પણ તેનો નિષેધ છે.
(હાસ્યાદિ નોકષાયો કષાયોના પોષક હોવાથી, કષાયો આવતાં, ચારિત્ર માટે પ્રાણભૂત સમતા ચાલી જાય છે.)
(૯) કૃતજ્ઞઃ બીજાએ કરેલા ઉપકારને જાણનારો. ઉપકારીના ઉપકારને જાણી, જે યાદ રાખતો નથી તે અધમ કહેવાય છે, કે જે ચારિત્ર માટે અયોગ્ય છે. વળી કૃતઘ્ની ઉપર કોઈ વિશ્વાસ ન મૂકે. તથા પૂ. વડીલો દ્વારા મળતી હિતશિક્ષા કે જે આત્મવિકાસમાં જરૂરી છે, તે મળતી બંધ થાય છે.
(૧૦) વિનયવાન્ - વિનયવાળો હોય. ધર્મનું મૂળ વિનય હોવાથી દીક્ષાનો અર્થી વિનીત હોવો જોઈએ. જ્ઞાન-ક્રિયારૂપ મોક્ષમાર્ગમાં જ્ઞાન અત્યંત આવશ્યક છે, તે જ્ઞાન, વિનય વિના પ્રગટતું નથી.
૫. પ્રાય:હૃદયમાં અનાદર પ્રગટ્યા પછી તે કાયમ રહે તો, જેના પ્રત્યે અનાદર પ્રગટ્યો હોય તે વસ્તુ
બહારથી ગમે તેટલી સારી હોય તો પણ, તેની તરફ પુન: રાગદૃષ્ટિ થતી નથી. તેમ સંસારની નિર્ગુણતાના જ્ઞાન પૂર્વક જેને સંસારનો કંટાળો પેદા થયો છે, તેની પુન:સંસાર તરફ નજર જતી નથી. સંયમમાં સ્થિરતા બની રહે છે.