Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ કહેવાય છે. જાતિ અને કુળથી જે આત્મા વિશુદ્ધ હોય તેને કદાચિત્ દુષ્કર્મના ઉદયથી ચારિત્ર પ્રત્યે વિપરીત પરિણામ થાય તો પણ રહનેમિને જેમ રાજીમતિએ કુલના ગૌરવથી બચાવી લીધા હતા, તેમ તેની જાતિ-કુળની મહત્તા સમજાવીને પુન: ચારિત્રમાં સ્થિર કરી શકાય.
(૩) પ્રાયઃ અશુભ કર્મો ક્ષીણ થયાં હોય :- મોટા ભાગનાં ચારિત્રમાં વિઘ્ન કરનારાં (ચારિત્ર મોહનીયરૂપ) ક્લિષ્ટ કર્મો નાશ થયા હોય તે આત્મા દીક્ષા માટે યોગ્ય ગણાય. નહીંતર “સહસમલ” વગેરેની જેમ અનર્થની સંભાવના છે.
(૪) નિર્મલ બુદ્ધિવાળો અશુભ કર્મો નાશ થવાથી જેની બુદ્ધિ નિર્મલ થઈ હોય તે દીક્ષા માટે યોગ્ય છે.
(૫) સંસારની નિર્ગુણતા જેને સમજાઈ હોય ? મનુષ્યપણું મળવું અતિ દુર્લભ છે. મરણનું નિમિત્ત જન્મ છે. સંપત્તિ ચપળ છે. શબ્દાદિ વિષયો દુ:ખના કારણો છે- ક્લેશને ઉપજાવનારા છે, સર્વ સંયોગની પાછળ નિયમો વિયોગ રહેલો છે, પ્રતિ સમય જીવ મૃત્યુ પામી રહ્યો છે. - મૃત્યુની નજીક જઈ રહ્યો છે. મરણનો વિપાક દારણ છે. કારણ કે હિતની પ્રાપ્તિ અને અહિતની નિવૃત્તિ કરવાની સર્વ ચેષ્ટાઓ મરણની સાથે બંધ થાય છે. આ રીતે જન્મ અને મરણની વચ્ચે
૨. જાતિથી માતા અને કુળથી પિતા જેના ઉત્તમ સદાચારી (સંયમી) હોય તેને ઓજાહાર (શરીરના
મૂળ આધારારૂપમાતા-પિતાના રૂધિર અને વીર્ય)રૂપબીજ સુંદર(નિર્વિકારી) મળવાથી તેનું શરીર નિર્વિકારી બની શકે છે, એના પરિણામે તેને ઇન્દ્રિયના વિષયોની પરાધીનતા અને કષાયોનું જોર
ઓછું કરવામાં સહાય મળે છે. ઉપરાંત માતા-પિતાના ઉત્તમ ગુણોનો વારસો મળવાથી દાક્ષિણ્યતાલજ્જા વગેરે ગુણો તેનામાં સાહજિક પ્રગટે છે. ૩. કાર્ય સિદ્ધિના પાંચ કારણો પૈકી કર્મ પણ એક કારણ છે. તેની અનુકૂળતા-પ્રતિકૂળતા ઉપર પણ કાર્યની સિદ્ધિ-અસિદ્ધિ અવલંબે છે. દીક્ષાની સફળતા ઘાતી કર્મોની ઉત્તરોત્તર મંદતામાં છે. તેથી અહીં જણાવેલો ગુણ ઘાતી કર્મોનો ઘાત કરવાની સામગ્રી મેળવવામાં અને તેનો સદુપયોગ કરવામાં
સહાયક તરીકે આવશ્યક છે. ૪. જેમ વર્તમાનમાં ઉદય પામેલાં કર્મોને અનુસારે બુદ્ધિ હોય છે, તેમ વર્તમાન બુદ્ધિને અનુરૂપ વર્તન
અને નવો કર્મબંધ થાય છે. જો બુદ્ધિમાં નિર્મળતા ન હોય તો સદાચારનો પક્ષપાત ન થાય, સદાચારનું પાલન કરવા છતાં તેનો પક્ષ ન હોય તો તે પાલન આર્તધ્યાનરૂપ પણ બનવાનો સંભવ છે અને તેથી અશુભ કર્મના બંધની પણ સંભાવના છે. આમ પરીષહ-ઉપસર્ગાદિ સહન કરવામાં કે વિનયવૈયાવચ્ચાદિ હિતકારક યોગો સાધવામાં પ્રસન્નતા અને ઉત્સાહ વધારનારી સદાચારના પક્ષપાતરૂપ નિર્મળ બુદ્ધિ ચારિત્રમાં અતિ આવશ્યક છે.