Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
જ રહેવું જોઈએ, સાધુ જીવનમાં રહીને લોકની કે રાષ્ટ્રની સેવાનો સ્વાંગ ધરવો કે લોક અથવા રાષ્ટ્રસેવક તરીકે જીવીને ધર્મગુરુપણાનો સ્વાંગ ધરવો, તે બન્ને વસ્તુતઃ દેશની, રાષ્ટ્રની કે ધર્મની ઉન્નતિ માટે ખતરનાક છે. પોતપોતાના ક્ષેત્રમાં મર્યાદામાં રહીને સાચી સેવા કરવાથી જ ખરી ઉન્નતિ થાય છે. માન-પાન, કે સુખ-સગવડની ખાતર પ્રમાદનો અતિરેક કરનારા સાધુઓને આ ગ્રંથ ચીમકી આપે છે, કે જે સાધુજીવનની પ્રતિષ્ઠા માટે આવકાર પાત્ર છે. (જુઓ પૃ. ૪૦૧ વગેરે) સાધુએ પાસત્કાદિકનો સંસર્ગ ન કરવો અને કરવો પડે તો પોતાના સંયમગુણોની શુદ્ધિ વગેરે સાચવીને કરવો (જુઓ પૃ. ૪૦૫ વગેરે). શાસ્ત્રની આ વિધિ જોતાં દેશ-કાળ-જમાનાના બહાને શાસ્ત્રોની અવગણના કરીને ગમે તેની સાથે સંસર્ગ કરવાની વાતો કરવી અઘટિત છે. સાધુએ સમતા કેળવીને પોતાને ક્યાંય દ્વેષ ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. (જુઓ ધર્મ ભાષા, પૃ. ૩૫૩.) પદવિધાન વગેરે
વિધિથી દીક્ષિત થએલો સાધુ આવા વિશુદ્ધ આચારપાલનથી જેમ જેમ સુયોગ્ય બને તેમ તેમ તેને ગુરુએ ગણિ-વાચક-કે સૂરિપદે પ્રતિષ્ઠિત કરવાનું વિધાન પણ આ ગ્રંથની ગા. ૧૩૨માં કરેલું છે. એથી એ સમજી શકાય છે કે યોગ્યને યોગ્ય પદ પ્રદાન કરવું એ શાસ્ત્ર વિહિત વસ્તુ છે. સંસારમાં પણ આવો વ્યવહાર આપણે જોઈ શકીએ છીએ. ગા. ૧૩૮માં “અયોગ્યને યા તદ્ધા પદવી આપનાર મહા પાપકારી છે' એમ બતાવવાનું પણ ગ્રંથકાર ચૂક્યા નથી. જૈન સાધુઓમાં ગુરુપદે રહેલાઓની પણ અસાધારણ જવાબદારી છે. એ જ ગાથાની ટીકામાં આગળ ચાલીને જિનાજ્ઞા વિરૂદ્ધ ચાલતા કુગુરુ અને કુશિષ્યોને શ્રમણ સંઘ બહાર કરવાની પણ આજ્ઞા છે, વર્તમાનમાં એવા ઉત્તમ ગુરુઓ નથી' એમ કહેનારને પુષ્કરિણી વાવડીઓ અને આજની વાવડીઓ, વગેરે અનેક વસ્તુઓનાં દષ્ટાંતો આપીને વર્તમાનમાં પણ ભવભીરુ અને આગમતત્પર ગીતાર્થ ગુરુઓની ગૌતમાદિ ગુરુઓ જેવી કાર્યસાધકતા સુંદર રીતે સમજાવી છે. આ કારણે જ કલ્પાકલ્પમાં પરિતિષ્ઠિત એવા શાસ્ત્રાનુસારી ગુરુઓનું જ વચન માન્ય કરવા યોગ્ય ઠરાવ્યું છે. (જુઓ ધર્મ, ભાષા, પૃ. ૩૦૪, વગેરે.) પરમાત્મપદની ચાવી
ગ્રંથકાર મહર્ષિએ ઔધિકાદિ સામાચારીના વિશેષોથી શ્રમણધર્મનો સાધનાક્રમ વિસ્તારથી વર્ણવીને અંતે ગુર્નાદિ ગચ્છ પ્રત્યેની પોતાની ફરજ બજાવી ચૂકેલા