Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
(59)
સાધકને અનશન સાધવાનો તથા કાંદિપિંકી આદિ અનિષ્ટ ભાવનાઓ નહિ સેવવાનો વિધિ બતાવ્યો છે. આ પ્રમાણે સાપેક્ષ-સ્થવિરકલ્પી શ્રમણ સાધકનો ધર્મ સાવંત બતાવીને ચોથા વિભાગમાં ચાર ગાથાઓ વડે જિનક્લપી આદિ શ્રમણોનો નિરપેક્ષ યતિધર્મ વર્ણવ્યો છે. તેમાં જિનકલ્પી પણ એકાંત નગ્ન જ નથી હોતા અને રજોહરણાદિ તો તેઓને પણ રાખવાનું વિધાન છે જ. સમ્યમ્ દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરતો સાધક ભવસ્થિતિ પરિપાક થતાં ભાવચારિત્રને
સ્પર્શી અપ્રમત્ત ભાવને પામે છે, પછી અપૂર્વકરણ વગેરે કરીને અનાદિ મોહની ઉપશમના વા ક્ષપણા કરે છે. ક્ષપણા કરનારો મહાત્મા શેષ પણ ઘાતકર્મો વગેરેનો ક્ષય કરીને અનંતકેવળજ્ઞાન-દર્શનને પામે છે, તે પામીને પછી મોક્ષમાં જાય છે, સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ રહે છે. આ છે આત્માને પરમાત્મા બનાવવાની વિકાસ શ્રેણી. તેની સિદ્ધિ ચારિત્ર વિના કોઈને કદાપિ શક્ય જ નથી. માટે જ દીક્ષા એ વિશ્વોદ્ધારનો મહામૂલો મંત્ર છે, આર્ય સંસ્કૃતિનો પ્રાણ છે, જૈનશાસનનો મૂલાધાર છે. તુલનાત્મક દષ્ટિપાત
ભારતમાં દાર્શનિક પંડિતોએ બે વિચારધારાઓ પ્રમાણિત કરી છે. એક શ્રમણ સંસ્કૃતિ અને બીજી વૈદિક સંસ્કૃતિ. શ્રમણ સંસ્કૃતિના બે ભેદો પડે છે, એક જૈન અને બીજો બુદ્ધ. મારી શ્રદ્ધા છે કે આમાં જૈન સંસ્કૃતિ સૌથી પ્રાચીન છે. તેનું મૂળ યુગના આદિકાળથી, અર્થાત્ ભગવાન શ્રી ઋષભદેવસ્વામિથી છે. પછી તેમાંથી વૈદિક અને બૌદ્ધાદિક વિચાર ધારાઓ ક્રમે નીકળી છે. (જુઓ કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિકૃત ત્રિષષ્ટિ શ૦ ૫૦ ૫૦ પર્વ ૧ લું.) વગેરે કોઈ પણ દર્શન – પંથ કે મત પોતાની આગવી ગુરુ સંસ્થા ધરાવ્યા વિના રહી શકતો નથી ઉદાહરણ તરીકે મુસલમાનોને ફકીર, ખ્રીસ્તીઓને પાદરી, પારસીઓને દસ્તુર, બૌદ્ધોને ભિક્ષુ વૈદિક હિંદુઓને ચરક-પરિવ્રાજક-સંન્યાસી-ગોસાઈ વગેરે. આ સૌના આચાર વગેરેનું પ્રતિપાદન કરતા ગ્રંથો પણ પ્રત્યેક મતમાં મોજુદ છે. અહિંસાદિ યમ-નિયમો ઉપર ઓછા વધતા અંશે ભાર મૂકાએલો તેમાં પણ જોવાય છે. છતાં પ્રમાણિકપણે જોઈએ તો આરંભ પરિગ્રહના ત્યાગપૂર્વક સર્વાગીણ અહિંસા આદિ યમ નિયમોનું વિધાન જૈનશ્રમણ નિગ્રંથોનું શ્રેષ્ઠ છે. તેનું કારણ સૂક્ષ્મદ્રષ્ટિથી નિરૂપિત તેમના શાસ્ત્રગ્રંથો છે. વધારે શું ? ચરક-પરિવ્રાજક વગેરે કોઈપણ ભિક્ષાચરકને ભિક્ષાદિનો અંતરાય પડે તે રીતે જેનશ્રમણોને ભિક્ષા લેવાનો પણ નિષેધ છે (જુઓ. ૫૦ ૧૦૭ વગેરે). એમ જૈનશાસ્ત્રોમાં અહિંસાની ઘણી જ સૂક્ષ્મદષ્ટિ ચિંતવી છે.