Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
(61
આપીને અમે લખ્યું છે કે- આવો પ્રાણવાન પરિશ્રમ તેઓ બીજા ભાગના ભાષાંતર માટે પણ કરે એવું જરૂર ઈચ્છીએ.” કહેવાની જરૂર નથી કે પ્રથમ ભાગનું ભાષાંતર બહાર પડી ગયા પછી તુરત જ તેમણે બીજા ભાગનું ભાષાંતર લખવાનું કામ હાથમાં લીધું અને આજે તો આખો ગ્રંથ પ્રગટ થવાની તૈયારીમાં છે. આ રીતે પ્રગટ કરેલી ઈચ્છાને સફળ થતી જોઈને મને સૌથી અધિક આનંદ થાય તે સ્વાભાવિક છે. આ ભાષાંતરના રોયલ આઠ પેજી ૫૬ ફર્મા તો આજ પૂર્વે છપાઈ ગયા છે અને એટલા ભાષાંતરમાં કરેલાં ભિન્ન ભિન્ન ટિપ્પણોનો આંક ર૯૦નો આવ્યો છે. હજુ મૂલ ગ્રંથનાં મુદ્રિત ૩૩ પાનાનું ભાષાંતર છપાવવાનું પ્રેસમાં ચાલુ છે. આ ઉપરથી આ ભાગનું ભાષાંતર પણ કેટલું દળદાર-વિશાલકાય થયું છે, તથા તેની પાછળ ભાષાંતરકાર મુનિશ્રી ભદ્રંકરવિજયજીનો કેટલો અભ્યાસ પૂર્ણ પરિશ્રમ થયો છે, તેનો વાંચકો પોતે જ ખ્યાલ કરી લેશે. મુનિશ્રીના આ શુભ પરિશ્રમને આપણે ધન્યવાન આપીએ અને ઈચ્છીએ કે પાછકો આમાં કોઈ છબસ્થસુલભ ભુલ દેખાય તો તે સુધારીને સારતત્વ ગ્રહણ કરશે. ઉપરના અલ્પ વિવેચનથી આ ભાષાંતરગ્રંથની ઉપકારશીલતા માટે હવે અમે કંઈ વધારે કહીએ તેના કરતાં ગ્રંથ પોતે જ તે સારી રીતે કહેશે. મુનિશ્રીની વિનંતિથી મને આ ભાગનું પણ ઉદ્ધોધન લખવાનો લાભ મળ્યો તે માટે ખુશી અનુભવું છું. પ્રાંતે પ્રથમ વિભાગના ઉધ્ધોધનમાં પ્રગટ કરેલી અમારી શુભેચ્છાનું અહીં અમે આ વિષયને લાયક પુનરુચ્ચારણ કરીએ છીએ અને જિનવચનનથી અન્યથા અમારાથી કંઈ લખાયું હોય તેનું મિથ્યા-દુષ્કત આપતા વિરમીએ છીએ.
“ધર્મમાં કે વ્યવહારમાં મનુષ્યો જે અનેક પ્રકારના વિચાર, વચન કે પ્રવૃત્તિમાં દોષો સેવતા માલુમ પડે છે, તે નિઃકેવળ તેઓની અજ્ઞાનતાને આભારી છે. તે સૌ સમ્યગુજ્ઞાન પામે એ માટે જ મહાપુરુષો ઉત્તમ પ્રકારના સાહિત્યનું સર્જન કરે છે. તે પ્રતિના આ એક ગ્રંથ રત્નનો વાચકો આદર કરે, આદર કરીને માનવતાના મંદિરમાં અધ્યાત્મભાવનાના દીવા પ્રગટાવે, તેના પ્રકાશમાં પોતાના જીવનને આદર્શ શ્રમણપણાના રંગથી રંગે, રંગીને સ્વ-પરની અભ્યદય તેમજ નિઃશ્રેયસની સાધનામાં કદમ કદમ આગળ વધે અને આગળ વધીને વિશ્વતારક શ્રમણસંસ્કૃતિનો વિશ્વમાં જય જયકાર બોલાવે, એ જ શુભેચ્છા. વીર સં. ૨૪૮૪, વિ.સં. ૨૦૧૪.
પૂજ્યપાદ પરમગુરુ આચાર્ય ભગવંત સિન્ટ જેઠ સુદ-૧ સોમવાર,
મ૦ ૧૦૦૮ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી આ૦ વિજયદાનસૂરિજ્ઞાનમંદિર-પૌષધશાળા, ચરણચંચરીક વિજયજમ્બુસૂરિ. કાલુપુર રોડ-અમદાવાદ