Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
સાધુધર્મને લગતો સારોદ્ધાર તૈયાર થઈ શક્યો કે નહિ તે જાણવા મળ્યું નથી.
શ્રાવક ધર્મને લગતો સારોદ્ધાર શ્રાવક વર્ગ માટે ઉપયોગી જાણી આ પૂર્વે દ્વિતીયાવૃત્તિ રૂપે અમોએ પ્રકાશિત કર્યો હતો. તે સમયે શ્રમણધર્મને લગતો સારોદ્ધાર પણ એ જ રીતે તૈયાર કરવાની ભાવના સેવેલી.
તેના જ પરિપાક રૂપે જૈનશાસનશિરતાજ તપાગચ્છાધિરાજ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વીશસ્થાનક-વર્ધમાનાદિ તપ:પ્રભાવક પૂ. આ. શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન અધ્યાત્મ વિદ્યાવિશારદ પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી વિજય કીતિયશસૂરીશ્વરજી મહારાજના માર્ગદર્શન હેઠળ રહી વિદ્વાન પૂ. મુનિરાજશ્રી સંયમકીર્તિવિજયજી મહારાજે ખૂબ જ ટુંક સમયમાં આ સારોદ્ધાર તૈયાર કરી આપ્યો છે. વિદ્વાન પૂ. મુનિરાજશ્રી તપાગચ્છાધિરાજશ્રીજીના પ્રપ્રશિષ્યરત્ન વિદ્વદ્વર્ય પૂ. મુનિરાજશ્રી પુણ્યકીર્તિવિજયજી મહારાજના શિષ્યરત્ન છે.
આ સારોદ્ધારના લખાણને પ્રવચનપ્રભાવકશ્રીજીની આજ્ઞાથી તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી વિજયયશવિજયજી મહારાજ તથા તેમના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી વિવેકયશવિજયજી મહારાજે તેમજ ગચ્છાધિપતિશ્રીજીના સામ્રાજ્યવર્તી પ્રવર્તિની પૂ. સા. શ્રી દર્શનશ્રીજી મ. નાં પરિવારના પૂ. આ. શ્રી જયમાલાશ્રીજી મ. નાં પરિવારના વિદુષી પૂ. સા. શ્રી જ્ઞાનરત્નાશ્રીજી મ. તથા તેમનાં શિષ્યરત્ના વિદુષી પૂ. સા. શ્રી જ્ઞાનરત્નાશ્રીજી મ. તથા તેમનાં શિષ્યરત્ના વિદુષી પૂ. સા. શ્રી પ્રશમલોચતાશ્રીજી મ. એ ખૂબ ચીવટથી મૂળ પ્રત તથા ભાષાંતર સાથે મેળવી આપેલ છે.
આ પ્રસંગે તપાગચ્છાધિરાજશ્રીજીના વિયરત્ન પૂ. મુનિરાજશ્રી હર્ષવર્ધનવિજયજી મહારાજે પણ આ કાર્યમાં રસ લઈ સહયોગ આપ્યા બદલ ઉપકાર યાદ કરીએ છીએ.
આ ગ્રંથના રચયિતા, સંશોધક, ટિપ્પણકાર, પરમર્ષિઓ તેમજ ભાષાંતરસારોદ્વારકાસ પૂજ્યોના પુણ્યસ્મરણપૂર્વક આ પ્રકાશનને પ્રસિદ્ધિ આપવામાં નિમિત્તભૂત બનેલા આર્થિક સહયોગદાતા, સન્માર્ગના આધારસ્તંભ, સહયોગીદાતાઓ અને હજારો જિજ્ઞાસુ વાચકવર્ગનો પણ આભાર માનવાપૂર્વક આવા આત્મહિતકારી ગ્રંથો પ્રકાશિત કરવામાં નિમિત્તભૂત બન્યા કરીએ, એ જ અભિલાષા.
-જન્સાઈપ્રદાન વિ. સં. ૨૦૬૧, અષાઢ વદ-૧૪, બુધવાર, તા. ૩-૮-૨૦૦૫ તપાગચ્છાધિરાજની ૧૪મી સ્વર્ગારોહણ તિથિનો દિવસ