Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ઉત્સર્ગ અને અપવાદ –
આ ગ્રંથ મુખ્યત્વે સાધુના આચારોનું પ્રતિપાદન કરે છે. આ આચારો એટલે ‘શુષ્કક્રિયાની જાળ ગૂંથણી' નથી, એની પાછળ સાધુના મૂળ પંચ મહાવ્રતોનાયમોના શુદ્ધ પાલનની ભવ્ય દૃષ્ટિ રહેલી છે. એ યમો નીચે પ્રમાણે છે.
(અ) એકેન્દ્રિયાદિ કોઈપણ જીવને મારવો નહિ, મરાવવો નહિ, મારતાને વખાણવો નહિ. (અહિંસા)
(બ) હાંસી વગેરેથી પણ જરાય જુઠું બોલવું નહિ, બોલાવવું નહિ, બોલતાને સારું જાણવું નહિ. (સત્ય)
(ક) ઘાસના તરણા જેવી ચીજ પણ અદત લેવી નહિ, લેવડાવવી નહિ, લેતાને સારું માનવું નહિ. (અચૌર્ય)
(ખ) ચેતન કે જડ પણ સ્ત્રી વગેરે રૂપ સાથે ભોગ કરવો નહિ, કરાવવો નહિ, કરતાને અનુમોદવો નહિ. (બ્રહ્મચર્ય)
(ગ) કોડી માત્રનો પણ સંગ-પરિગ્રહ રાખવો નહિ, રખાવવો નહિ, રાખતા 'ટેકો આપવો નહિ. (અપરિગ્રહ)
જૈન મુનિ થનારના એ પાંચે મહાવ્રતો છે અને તે મન-વચન-કાયાથી અંગીકાર કરવાનાં હોય છે. એની સાથે છઠું વ્રત રાત્રિભોજન વિરમણ રણ એ જ રીતે રાત્રિભોજન ન કરવું, ન કરાવવું અને ન અમુમોદવાનું છે.
અહીં એવો પ્રશ્ન થાય કે જીવનમાં આ રીતે સર્વથી અહિંસાદિક વ્રતોનું પાલન થવું શક્ય નથી' પણ આવો પ્રશ્ન એ ટુંકી દષ્ટિનો ખ્યાલ છે. શાસ્ત્રમાં એટલા જ માટે અનેક પ્રકારના ઉત્સર્ગો અને કારણિક અપવાદો દેખાડેલા છે. તથા તે આચરવાની યતનાઓ પણ બતાવી છે. જેથી સંયમ વિરાધના અને આત્મવિરાધના વગેરે થાય નહિ. (જુઓ પૃ. ૮૮ વગેરે) મહાવ્રતો બરાબર પાળી શકે તે માટે સાધુને નિર્દોષ ભિક્ષા, સ્પંડિલ, વસ્ત્ર-પાત્ર, તેની પરીક્ષા કરવી, વસતિ, કાજા*વગેરનો વિધિ, પાદવિહાર, ચિકિત્સા, ભૂમિશયન, કેશાંચન, બ્રહ્મચર્યની વાડો, ઔધિક અને ઔપગ્રહિક ઉપધિ, *રજોહરણ-મુહપત્તિ, તે
કાજો ઉદ્ધરવામાં કોઈ કાજો એકઠો કરવાની પણ એક વધારે ઈરિયાવહિં કરે છે, તે
વાસ્તવિક જણાતી નથી. (જુઓ. ધર્મ, ભાષા, પૃ. ૬૮).. * પ્રમાણથી વધારે લાંબા ઓધા અને પ્રમાણ વિનાની બાંધી રાખેલી-મુહપત્તિ, વગેરે શાસ્ત્રાધારથી
રહિત છે (જુઓ ઘર્મ, ભાષા, પૃ. ૧૮૨-૮૩-૮૪).