Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
અગાઉ રાજકીય કાયદાઓનું સગીર ધોરણ પણ એ જ હતું. હાલની સરકારના કાયદાનું ધોરણ ૧૮ વર્ષનું છે. તે પછી જગતના લૌકિક વ્યવહારોમાં પણ રજામંદીની આવશ્યક્તા મનાતી નથી તો ધાર્મિક વ્યવહારોમાં પણ ન મનાય તે સ્પષ્ટ સમજાય તેવી સાદી વાત છે. સ્ત્રીઓની દિક્ષામાં તો શાસ્ત્રકારે આખી ઉમ્મર રજામંદીની આવશ્યક્તા જણાવેલી છે. રજા-અરજાનો વિવેક
દીક્ષા મહામંગળ ચીજ છે, તેને સ્વીકારતાં જો પોતાનાં ઉપકારી માતાપિતાનું જ અમંગળ થાય તો તે ઈષ્ટ નથી. આથી જ પુખ્ત ઉમ્મરના મહાનુભાવોને દીક્ષા આપવામાં યદ્યપિ નિષ્ફટિકા લાગતી નથી, તથાપિ તેવા મુમુક્ષુએ પોતાના માતા-પિતાની અનુમતિ મેળવીને આ મંગળ કાર્ય કરવું, એવી શાસ્ત્રની મર્યાદા છે. તેમાં કદાપિ મોહમૂઢ માતા-પિતાને સમજાવતાં માયા કરવી પડે તો પણ. તે ધર્મલાભ તરીકે ગુણ માટે હોવાથી દોષરૂપ નથી. હા, જો તેઓ કોઈ ઉપાયે અનુમતિ ન જ આપે તો તેમની રજા વિના પણ દીક્ષા લઈ શકાય, પરંતુ તેઓના નિર્વાહ વગેરેનું સાધન પૂર્ણ કરીને દીક્ષા લેવી જોઈએ. એ રીતે વિધિથી કરેલો માતા-પિતાનો ત્યાગ ગ્લાન ઔષધ'ના ન્યાયે અત્યાગ (સેવા) રૂપ છે. ઉલટું માતા-પિતાદિના મોહથી મુંઝાઈને જો મુમુક્ષુ ત્યાગ ન કરે તો તેનો અત્યાગ એ જ ત્યાગરૂપ છે. (જુઓ ધર્મસંગ્રહ ભાષાંતરે પૃ. ૨૫ વગેરે) ઉપરના વિવેચનથી એ સ્પષ્ટ છે કે જેનદીક્ષામાં નથી લોભની દષ્ટિ, કે નથી સ્વાર્થની વૃત્તિ. છે ફક્ત એક આત્માનુગ્રહની નિર્મળ ભાવના. જૈનદીક્ષાનું વૈશિષ્ટય -
આ ગ્રંથનું મનન કરતાં ભાગવતી દીક્ષા અને જૈન સાધુજીવન સંબંધી ઘણી વિશેષતાઓ સમજાય છે, તેના કેટલાક નમુના આપણે જોઈએ.
(૧) દીક્ષા લેનારો રાજવિરોધિ, કે ચોરી-જારી વગેરે ગુનાહિત કૃત્ય કરનારો હોવો ન જોઈએ. આથી સમજાય છે કે જૈનદીક્ષા રાજ્યાનુકુળ છે.
(૨) દીક્ષા લેનારો કોઈના દેવાથી પીડિત કે ખરીદાએલો હોવો ન જોઈએ આથી સમજી શકાય છે કે ભાગવતી દીક્ષા નીતિનું રક્ષણ અને ગુલામી પ્રથાનો વિરોધ કરનારી છે.
(૩) દીક્ષા લેનાર જાતિથી અસ્પૃશ્ય-ચંડાળ વગેરે જાતિનો અને કર્મથી કસાઈ વગેરેનો ધંધો કરનારો ન હોવો જોઈએ, તેમ જ શરીરથી પણ લુલો