Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
સંસ્કૃતિ ત્યાગ ઉપર આધારિત છે, ત્યાગની ભાવના ધર્મ સાથે જોડાએલી છે અને ધર્મ માનવા જીવનનો સાર છે. તો આ પરિસ્થિતિમાં ૨૧ વર્ષની નીચેનો સગીર કે આઠ દશ વર્ષનો ન જ હોવો જોઈએ એવું કશું નથી. ગમે તેટલા વર્ષનો હોઈ શકે, આઠ વર્ષનો કે સોળ-સત્તર વર્ષનો કોઈ પણ હોઈ શકે. જે પૂર્વ જન્મના સંસ્કારને લીધે પૂરી સમજણવાળો હોય અને તે દીક્ષા લેવા માગતો હોય તેને હું કેમ અટકાવી શકું ?” (કલ્યાણ માસિક, વર્ષ ૧૨, અંક ૮, પૃ. ૫૪૬, ઓક્ટોમ્બર ૧૯૫૫).
એક બીજી પણ એવી બાબત છે કે જેને મારે સ્પષ્ટ કરવી જોઈએ. સાધુઓ અને સંન્યાસીઓના જે સંપ્રદાયોને મેં જોયા છે તે બધા સંપ્રદાયોમાં મારે જૈનોને ગૌરવ આપતાં કહેવું જોઈએ કે જેનોના સાધુઓએ આજે પણ તપ અને આત્મભોગને જેટલા વિશાળ પ્રમાણમાં જાળવી રાખ્યો છે, એટલો બીજા સંપ્રદાયોએ જાળવ્યો નથી. કેટલાક માનનીય સભ્યોએ બાળલગ્નના કાયદાનો નિર્દેશ કર્યો છે, પરંતુ બાળલગ્નો, એ સંન્યાસ દીક્ષાઓ કરતાં તદ્દન ભિન્ન વસ્તુ છે, મને નથી સમજાતું કે આ બે વસ્તુઓને સરખાવી જ શી રીતે શકાય ? લગ્ન એ સામાન્ય વસ્તુ છે, જ્યારે સંન્યાસ દીક્ષા એ અસાધારણ વસ્તુ છે....હું નથી ધારતો કે શંકરાચાર્ય, હેમચંદ્રસૂરિ, અને જ્ઞાનેશ્વર જેવા આત્માઓના માર્ગમાં અવરોધ કરવાનું આપણે માટે યોગ્ય હોય !... માનવ સ્વભાવમાં એની (ધર્મની) ઝંખના એવી છે કે જેને દબાવી શકાતી નથી અને તેને દબાવવી પણ ન જોઈએ” (દિવ્યદર્શન-વર્ષ ૪, અંક ૧૫, તા. ૨૪-૧૨-૫૫) શિષ્ય નિષ્ફટિકા
વળી નાના બાળકોને જો ચોરી-છૂપીથી દીક્ષા અપાય તો તેને સામાજિક અન્યાય માન્યો છે, ચોરી-છૂપીથી દીક્ષા અપાય જ નહિ, આપવી એ અધર્મ છે, શાસ્ત્રમાં પણ તેનો નિષેધ કરેલો છે. દીક્ષાને માટે અયોગ્યના ભેદો પૈકી ૧૮મો ભેદ શિષ્યનિષ્ફટિકાનો કહ્યો છે. (જુઓ ધર્મસંગ્રહ ભાષાંતર પૃ.૧૨). તેનો અર્થ માતા-પિતાની રજા વિના અપહરણ કરીને દીક્ષા આપવી તેને ચોરી અથવા નિષ્ફટિકા કહેવાય છે, એ રીતે દીક્ષા આપવી અકથ્ય છે. આ ચોરી નિશીથાદિ શાસ્ત્રોના ‘દિર વચનથી આઠથી સોળ વર્ષની ઉંમર સુધી ગણાય છે. (જુઓ નિશીથ સૂત્ર ઉદ્દેશો ૧૧, ભાષ્ય ગાથા ૪૪૪ અને તેની ચૂણિ.) સોળ વર્ષથી ઉપરની ઉમ્મરવાળાને માટે નિષ્ફટિકા ગણાતી નથી. શાસ્ત્રકારના મતથી સોળ વર્ષની ઉમ્મર થતાં સગીર મટી જાય છે અને