Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
સાધુઓના વિહારની અપેક્ષાએ એમાં ક્યારેક પરાવર્તન પણ થાય એમ શ્રી બૃહકલ્પમાં કહેલું છે. (જુઓ બૃહત્કલ્પસૂત્ર, ઉદ્દેશ ૧, સૂત્ર ૫૦, પૃ. ૯૦૫-૭) દીક્ષાની જઘન્ય વય
પૃષ્ઠ ૯માં આ ભાગવતી દીક્ષા માટે અયોગ્યના ભેદો જણાવ્યા છે, તેમાં પ્રથમ ભેદ બાળનો છે. જૈન શાસ્ત્રકારોએ તે બાળને દીક્ષા માટે અયોગ્ય કહ્યો છે કે જે આઠ વર્ષથી ઓછી ઉમ્મરનો હોય, આઠ વર્ષ પૂર્ણ થયાં હોય તે અયોગ્ય નહિ. એ જ સ્થળે શ્રી પંચવસ્તુનું પ્રમાણ આપીને ગ્રંથકારે દીક્ષાની યોગ્ય વયનું ઓછામાં ઓછું પ્રમાણ આઠ વર્ષનું પ્રતિપાદન કર્યું છે. આ આઠ વર્ષ જન્મથી અને ગર્ભથી બે રીતે ગણી શકાય, માટે શ્રી નિશીથચૂણિનો આધાર લઈને “માસમાં વા
મ9મસ્ત વિસ્કૃત્તિ ” એ બીજો મત જણાવ્યો છે. આમાં ‘ગર્માષ્ટમ' શબ્દ સંખ્યાપૂરક પ્રત્યયાત છતાં ‘ગર્ભથી આઠમું એટલે આઠમાની શરૂઆત' એવો અર્થ કરવો બરાબર નથી. કારણ કે પ્રકરણાનુસાર શાસ્ત્રની વિવફા “સંપૂર્ણ આઠ' એવો અર્થ લેવાની છે. સર્વત્ર સિદ્ધાંત પણ એ જ છે. શ્રી નિશીથસૂત્રના ૧૧માં ઉદ્દેશાના ભાષ્યની ગાથા રપ૪માં કહેલાં “૩ાર્ટે ત્નિ વરj શબ્દોથી આઠથી જૂન વર્ષવાળાને ચારિત્રનો નિષેધ કર્યો છે અને ભાષ્ય ગા૦ ૨૬૪ની ચૂણિમાં ચૂણિકાર મહારાજાએ લખ્યું છે કે “પઢમા મáવરસોવરિ નવમ સોનું વિવી, માસેળ વ શ્નમસ્તે વિમg-નમૂનો અફવરસે " આ પાઠમાં આઠથી ઉપરની વયવાળાને શાસ્ત્રકારોએ દીક્ષા કહી છે, બીજા મતથી જે ગર્ભાસ્ટમની દીક્ષા લખી તે ગર્ભાષ્ટમનો અર્થ ચૂર્ણિકારે જન્મથી આઠમા વર્ષનો' લખ્યો છે. આ જન્મથી આઠમું એટલે ગર્ભથી આઠ પૂરાં. સૂત્રોમાં કલાગ્રહણની જઘન્ય વયનું પ્રમાણ પણ જન્મ યા ગર્ભથી આઠ વર્ષનું કહેલું છે. ક્ષપકશ્રેણી માંડી સાયિક સમ્યક્તોપાર્જનની વય પણ આઠ ઉપરની કહી છે. દાયકદ્વાર (પૂ ૧૨૩)માં અવ્યક્તના હાથથી આપેલું સાધુને ન ખરે, એમ કહ્યું છે, ત્યાં ‘વ્ય' એટલે આઠ વર્ષ થી ઓછી ઉમ્મરવાળો બાળ કહ્યો છે અને તે દીક્ષા માટે અયોગ્ય છે. તાત્પર્ય કે આ ગ્રંથના મૂલ તથા ભાષાંતરમાં જે ધર્માષ્ટમ'ની વય જણાવી છે, તે ગર્ભથી આઠ વર્ષ પૂરાંની છે.
જુઓ શ્રી કલ્પસૂત્ર સુબોધિકા, લેખશાળા અધિકાર પૃ૦ ૮/૨ શ્રી જ્ઞાતાસૂત્ર-મેઘકુમારનો કલાગ્રહણ અધિકાર સૂત્ર ૧૭, પૃ૦ ૩૮/૧