Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
40
વ્યવસ્થા હોવાથી તે જીવ માત્રને હિતકર છે, ન્યાયરૂપ છે અને સર્વને ઉપાદેય છે.
તે પછી સામાચારીના ત્રણ પ્રકારો જણાવીને પ્રથમ ઓઘસામાચારીનું વિસ્તૃત વર્ણન કર્યું છે. તેમાં ઓઘનિર્યુક્તિ ગ્રંથોક્ત સાત દ્વારોથી સાધુનાં પ્રાતઃકાળથી માંડીને બીજા દિવસના પ્રાતઃકાળ સુધીનાં કર્તવ્યોનું ક્રમિક વર્ણન છે. પ્રત્યેક કાર્યો નિયત સમયે માંડલીબદ્ધ કેવી રીતે કરવાં ? તેનો આત્મશુદ્ધિ સાથે કેવો સંબંધ છે ? વગેરે શાસ્ત્રીય દૃષ્ટિથી વિચારવામાં આવ્યું છે. પ્રતિલેખનાદિ દ્રવ્ય ક્રિયાઓથી આત્માને કેવી અસર થાય છે ? સાધનધર્મમાં જ્ઞાનાદિ ગુણોરૂપ નિશ્ચય ધર્મને પ્રગટ કરવાની કેવી શક્તિ છે ? વગેરે સારભૂત ચિંતન કરેલું છે. તે તે ક્રિયાઓને વિધિપૂર્વક કરવાથી થતા લાભો અને તેના અવિધિજન્ય દોષો પણ જણાવ્યા છે. પ્રસંગાનુસાર મૂકેલાં ટીપ્પણો એના મહત્ત્વને સમજાવે છે.
સૂર્યોદયથી બે પોરિસિ (પ્રહરો) સુધી શાસ્ત્રાધ્યયન કરવાદ્વારા દિવસના પ્રારંભમાં જ જિનવચનામૃતના પાનપૂર્વક યોગોની શુદ્ધિ કરવાનું વિધાન છે, કે જેના બળે તે પછીનાં પણ દરેક કાર્યોમાં જિનાજ્ઞાનું પ્રાધાન્ય રહે અત્રે કહેલા આ વિધિમાં ઉત્સર્ગઅપવાદનો આધાર લઈને વિવિધ વાતોનું સ્પષ્ટીકરણ કર્યું છે.
તે પછી ઘણા પૃષ્ટોમાં આહાર-વસ્ત્ર-પાત્ર અને વસતિની શુદ્ધિ-અશુદ્ધિનો વિસ્તૃત વિચાર કર્યો છે. તેમાં આહારાદિનો આત્મશુદ્ધિ સાથે કેવો સંબંધ છે ? તે વ્યવહારિક દૃષ્ટિએ સમજી શકાય તેવાં અનેક ટીપ્પણો કરેલાં છે. ‘આહાર તેવો ઓડકાર' એ લોકવાક્યની સત્યતા સિદ્ધ થાય છે. આર્યઆચારોમાં આહાર, પહેરવેશ, પાત્રો કે રહેઠાણ માટે વિવિધ મર્યાદાઓ ઘણા પ્રાચીન કાલથી ચાલી આવે છે અને તેનાં વર્ણનો પણ સાહિત્યમાં સ્થળે સ્થળે મળે છે. તે દરેકનું મહત્ત્વ સમજી શકાય તે રીતે શુભાશુભ આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિ (મકાન)નાં લક્ષણો, તેનું પ્રમાણ તથા તેથી થતા ગુણ-દોષનું યુક્તિસંગત વર્ણન કરેલું છે. ભક્ષ્યાભક્ષ્ય આહારથી થતા લોહીની અસર વિચારોમાં કેવી થાય છે ? એ વિચારોથી મન-વચન-કાયાના વ્યાપારોમાં કેવો ભેદ પડે છે ? તે વ્યાપારો શુભાશુભ કર્મોનો બંધ કે નિર્જરા કરવામાં કેવો ભાવ ભજવે છે ? ઇત્યાદિ સમજાવીને યતિધર્મની સિદ્ધિમાં આહારશુદ્ધિનું અતિ મહત્ત્વ છે તે યુક્તિપૂર્વક સિદ્ધ કર્યું છે. એ સત્ય છે કે વર્તમાનમાં નિર્દોષ આહારની પ્રાપ્તિ દુર્લભ છે, ગ્રંથકારે પણ વર્તમાનમાં ગૃહસ્થને વ્યવહારશુદ્ધિની અને સાધુને આહારશુદ્ધિની દુઃશક્યતા સ્વીકારી છે. તો પણ ગ્રંથોક્ત વિધાનોનો આદર કેળવી શુદ્ધ આહારશુદ્ધિની દુ:શક્યતા સ્વીકારી છે. તો પણ ગ્રંથોક્ત વિધાનોનો આદર કેળવી શુદ્ધ આહારાદિ