Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
-(37)
પ્રાંત-મારા પરમ ઉપકારી વયોવૃદ્ધ પ્રાતઃસ્મરણીય સંઘસ્થવિર દાદા ગુરુદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજની પવિત્ર છાયામાં ભાષાંતર લખવાના કાર્યમાં વિવિધ સહાય કરનાર પૂજ્ય શમમૂર્તિ મારા ગુરુ મહારાજ, વિષમ સ્થળોનાં સમાધાન આપનાર પૂ. આચાર્ય શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યશ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ, ઉબોધન લખી આપનાર પૂ. આચાર્યશ્રી વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ વગેરેએ ઘણો ઉપકાર કર્યો છે. ભાષાંતરના (ટીપ્પણો સિવાયના) સમગ્ર મૂળ લખાણને તે તે ગ્રંથો સાથે મેળવીને શુદ્ધ કરવા માટે પૂર્ણ આદરથી પ્રયત્ન કરનાર પૂ.પં. શ્રી માનવિજયજી ગણી, છપાએલા ફરમાઓને સાવંત વાંચીને શોધી આપનાર પૂ.પ.શ્રી કાંતિવિજયજી ગણી, અને પ્રારંભથી અંત સુધી વારંવાર પ્રેરણા દ્વારા ઉત્સાહ આપનાર તથા પ્રારંભમાં ભૂમિકા લખી આપનાર પૂ.પં.શ્રી ભદ્રંકરવિજયજી ગણીનો ઉપકાર પણ કદી ભૂલી શકાય તેમ નથી. તે સિવાય પણ પ્રફો જોવા વગેરેમાં જેણે સહાય કરી છે તે દરેક મહાનુભાવોનો આ પ્રકાશનમાં ફાળો છે જ.
ગ્રંથ છપાવવામાં અમદાવાદ સુરદાસ શેઠની પોળના રહીશ શા. શાંતિલાલ ચુનીલાલતી જ્ઞાનભક્તિ, પ્રેસમાલિક પટેલ જીવણલાલ પુરુષોતમદાસે તથા રાજનગર બુકબાઈડીંગ વર્કસના સંચાલક બાઇંડર શ્રી બાબુભાઈએ દાખવેલી નીતિ અને સૌજન્ય નોંધપાત્ર છે. લગભગ એક વર્ષમાં છાપવાનું કાર્ય પૂર્ણ થવામાં તેઓનો ઉત્સાહ અને આદર હેતુભૂત છે.
ઉપસંહાર-ભાષાંતર અને ખાસ કરીને ટીપ્પણો લખવામાં મારો અલ્પબોધ, અનુપયોગ, છબસ્થભાવ વગેરેને યોગે જે કોઈ ક્ષતિઓ રહેવા પામી હોય તેનો મિચ્છા મિ દુક્કડ દઈ તેને સુધારી લેવા વિનંતિ કરું છું. ગ્રંથમાં જે કંઈ સુંદર છે તે શ્રી જિનેશ્વરદેવના શાસનને અને ગ્રંથકારના ગીતાર્થપણાને આભારી છે અને જે જે અસુંદર કે ક્ષતિરૂપ જણાય તે મારી ખામીરૂપ છે. પ્રાંતે આ ગ્રંથપ્રકાશનના લાભથી સર્વ જીવોનું કલ્યાણ થાઓ ! એ ભાવનાપૂર્વક વિરામ કરું છું.
વિ. સં. ૨૦૧૪, વીર સં, ૨૦૮૪ દ્વિતીયશ્રાવણ સુદ ૬ બુધવાર
પૂ.આચાર્ય મહારાજ શ્રી
વિજયમનોહરસૂરીશ્વરજી શિષ્ય મુ. સાણંદ-જી. અમદાવાદ
ભદ્રંકરવિજય.