Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
વ્યાખ્યા કરીને તેને સમજવા માટે છેદ ગ્રંથોની ભલામણ કરી છે. તેની પછી છેલ્લે નિરપેક્ષ-યતિધર્મનું વર્ણન, તેના પ્રકારો અને વિધિ વગેરે સંક્ષેપમાં જણાવ્યું છે. એમાં એ પણ હતું સંભવિત છે કે વર્તમાનમાં નિરપેક્ષ યતિધર્મ વિદ્યમાન નથી.
એમ અહીં દિશામાત્ર ગ્રંથનો પરિચય આપ્યો છે તેને પૂર્ણતયા જાણવા માટે તો ગ્રંથનું આદરપૂર્વક સાદ્યતં વાચન કરવું તે જ આવશ્યક છે. તે સિવાય તે તે વિષયોનો પૂર્ણ ખ્યાલ આવી શકે તેમ નથી.
ટીપ્પણો-ગ્રંથકારની ગ્રંથયોજના એવી વિશિષ્ટ છે કે ગ્રંથના વિષયને વાંચતાં જ તે તે વિષયનો બોધ થઈ શકે છે. તો પણ ગ્રંથનું સમગ્ર વર્ણન ક્રિયાપ્રધાન છે. તે ક્રિયાનો ચારિત્રના પ્રાણભૂત અધ્યવસાયો (ભાવધર્મ સાથે કેવો સંબંધ છે? તે સમજાવવા પ્રસંગને અનુસરતાં લગભગ સવા ત્રણસો જેટલાં ટીપ્પણો યથામતિ લખ્યાં છે. આશા છે કે એથી વાચકગણ અનુષ્ઠાનોનો આત્મધર્મ સાથેનો સંબંધ સમજીને તેના પ્રત્યે સવિશેષ અંદર પ્રગટાવશે.
ભાષાંતર કરવામાં ઉદ્દેશ-આ ભાષાંતર કરવામાં તે તે વિષયોમાં મારો બોધ વધે એ ઉદ્દેશ મુખ્ય રહ્યો છે, ઉપરાંત સામાચારી એ શ્રી જિનકથિત “સખ્યમ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષનો માર્ગ છે.' તે માર્ગે ચાલીને સ્વ-સ્વ યોગ્યતા પ્રમાણે જીવો ક્ષમાદિ આત્મધર્મને. સાધી શકે છે, માટે તેને મનસ્વીપણે બગાડી શકાય નહિ. બીજી રીતે સામાચારી એટલે ૨૧ હજાર વર્ષ પર્યત ચાલનારી જૈનશાસનની પેઢી છે, પૂર્વ પુરુષો તરફથી વારસામાં મળેલી તે પેઢીના આચાર્યાદિ સંચાલકો અને સર્વ આરાધકો તેના ગ્રાહકના સ્થાને છે. સ્વ-સ્વશક્તિ અનુસાર તેની રક્ષા-પાલનરૂપ વ્યાપાર કરીને ભવ્ય જીવોએ ક્ષમાદિ ધર્મધન મેળવ્યું છે અને આજે પણ મેળવે, તેમાં બીજો કોઈ ભાગ માગી શકે નહિ. પણ વારસામાં મળેલી પેઢીનું-સામાચારીનું તો રક્ષણ કરીને ભાવિ સંઘને તે સોંપવાની છે. સરકારી ધોરણે પણ વારસાગત ધનમાં સર્વનો હક્ક હોય છે, કોઈ એક જ સ્વેચ્છાએ તેનો વ્યય કરી શકતો નથી. એ ન્યાયે ભવ્ય જીવોએ સામાચારીનું પાલન કરવું જોઈએ. સામાચારીનો પાલક-રક્ષક-પ્રચારક કે પક્ષકાર જ જૈન કહેવાય છે. આ કારણે પૂર્ણ પુરુષોએ તેના પાલન-રક્ષણાદિ માટે ઘણાં કષ્ટો વેઠ્યાં છે, તે તે પ્રસંગે દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ-પુરુષ આદિને આશ્રીને સર્વ સંમત સુધારા-વધારા કરીને જીર્ણોદ્ધાર પણ કર્યા છે અને પરંપરાએ તેનો પ્રવાહ ચાલુ રાખ્યો છે. વર્તમાન સંઘનું પણ સામાચારી અંગે એ જ કર્તવ્ય છે. ઈત્યાદિ સામાચારીના વિવિધ મહત્ત્વને સમજીને યોગ્ય જીવો તેના પાલનથી સ્વ-પર આત્મકલ્યાણ સાધે, જૈન શ્રમણ સંસ્કૃતિનો